કાલોલ વૈષ્ણવ હવેલી ( મોટા મંદિર) ખાતે બિરાજતા મોહિની સ્વરૂપ શ્રી ગોવર્ધનધર પ્રભુ વિશેષ સમારોહ અંતર્ગત આજરોજ રાજકોટ મુકામે સિધાવ્યા હતા. આગામી તા. 8 ડિસેમ્બરના રોજ શ્રી પ્રભુ કાલોલ વૈષ્ણવ સમાજ સમસ્તનાં હૃદય સમ્રાટ વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી અભિષેકકુમારજી મહારાજશ્રીના લાલ યુવા વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગો. 108 શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના મંગલ સગાઈ પ્રસ્તાવમાં અલૌકિક બિરાજશે. 

શ્રી પ્રભુના રાજકોટ પ્રસ્થાન અંતર્ગત આયોજીત ભવ્યાતિભવ્ય શોભાયાત્રામાં કાલોલ વૈષ્ણવ સમાજ સમસ્તના ભાઇ - બહેનોએ ખાસ ડ્રેસકોડ સાથે ઉત્સાહભેર જોડાઈ ધન્યતા અનુભવી હતી.

શ્રી પ્રભુના નિજ ગૃહેથી સમાપન સ્થળ પરવડી બજાર સુધીના પુષ્પ આચ્છાદિત રૂટ પર નીકળેલી શોભાયાત્રા પર ભાવિકો દ્વારા અવિરત ગુલાબની પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. શોભાયાત્રા બાદ સાંજ સંગર સુશોભિત ગાડીઓના રસાલા સાથે શ્રી ગોવર્ધનધર પ્રભુને હર્ષભેર સિધાવ્યા હતા.