સુરત શહેરના વોર્ડ નંબર ત્રણ વિસ્તારમાં નવીન સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરીનું ખાતમુરત કરાયું.

આજ રોજ સુરત મહાનગર અંતર્ગત વૉર્ડ નંબર 3 લસકાણા ચોકડી ખાતે ડેપ્યુટી મેયર શ્રી દિનેશ જોધાણી ના હસ્તે તથા વૉર્ડ નંબર 3ની ટીમ અને ખોલવડ ગામનાં સરપંચ તથા રહીશોની ઉપસ્થિતિમાં સ્ટ્રીટ લાઈટ ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.