સુરત શહેરના મોટા ભાગોળ વિસ્તારમાં આવેલ ફટાકડાની દુકાનમાં લાગી આગ.
દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતના મોરાભાગળ વિસ્તારમાં એક ફટાકડાની દુકાનમાં અચાનક જ આગ લાગતા અફરા તફરી માહોલ સર્જાયો હતો ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
સુરત ના રામ નગર મોરા ભાગળ વિસ્તાર માં આવેલ એક ફટાકડા ની દુકાન માં અચાનક આગ લાગતાં ફાયર વિભાગ વિભાગ દોડતું થઇ ગયું હતું. આગ ને પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો દિવાળી ને લઈ મોટી માત્રા મા હતા દુકાનમાં ફટાકડા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની 5થી ફયરની ગાડીઓ ગતના સ્થળે પહોંચીને લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી પણ આગની લપેટમાં મોટું નુકશાન થયું હતું દુકાન માં ફટાકડા વધુ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ ક્યાં કારણોસર લાગી હતી તેનો હાલ કારણ અકબંધ છે પણ કોમર્શિયલ વિસ્તારમાં પરમિશન વગર ફટકડાની દુકાન ચાલતી હોવાનું સામે આવ્યું છે હાલ તો ફાયર. દ્વારા કરવહી હાથ ધરી છે.