થોડાં સમય પહેલાં જ ગુજરાતમાં એક ઘટના બની હતી કે વેવાઈ અને વેવાણ ભાગી ગયા. આ જ કિસ્સાના આધારે જ 6 સપ્ટેમ્બરે રિલીઝ થયેલ ફિલ્મ "ઉડન છૂ"ની સ્ક્રિપ્ટ તૈયાર કરાઈ છે. પરિવાર સાથે બેસીને માણી શકાય તેવી આ એક એન્ટરટેઈનિંગ ફિલ્મ છે. નવેમ્બર ફિલ્મ્સ અને ઇન્દિરા મોશન પિક્ચર્સના બેનર હેઠળ બનેલ આ ફિલ્મે સંપૂર્ણ ફેમિલી પેકેજ  એન્ટરટેઈનમેન્ટ આપવામાં કોઈ કચાસ બાકી રાખી નથી. આરોહી પટેલ આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામે છે, તેમની સાથે આર્જવ ત્રિવેદી, દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા એ આ ફિલ્મમાં મજ્જો પડાવી દીધો છે. ફક્ત કોમેડી જ નહિ પણ ડ્રામા અને અણધાર્યા વળાંકો સાથેની આ ફિલ્મ દર્શકોને પસંદ આવશે તે તો નક્કી જ છે.

 અનીશ શાહનું અદ્દભૂત ડિરેક્શન અને તેઓ ઉપરાંત અંકિત ગોર અને પાર્થ ત્રિવેદી એ લખેલી આ સત્ય ઘટના પરની કાલ્પનિક વાર્તા એક એક ક્ષણે દર્શકોને જકડી રાખે છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને પૂરી રીતે ન્યાય આપ્યો છે. ક્રિના (આરોહી પટેલ) એ હસમુખ પટેલ (દેવેન ભોજાણી)ની દીકરી હોય છે  જેમનું સામાન્ય ફેમિલી બેકગ્રાઉન્ડ હોય છે. જયારે હાર્દિક (આર્જવ ત્રિવેદી) એ સિંગલ મધર પાનકોર પાપડવાલા (પ્રાચી શાહ પંડ્યા)નો દીકરો હોય છે જેમનો ખૂબ મોટો પાપડનો બિઝનેસ હોય છે. બાપ- દીકરીના અનોખા સબંધ અને માં- દીકરાની મીઠી ખટપટ બધું જ આ ફિલ્મમાં જોવા મળશે. તેમની સાથે નમન ગોર અને અલીશા પ્રજાપતિએ પણ પોતાની એક્ટિંગ દ્વારા ફિલ્મમાં ચાર ચાંદ લગાડી ડીહ છે. હાર્દિકના મામા પિન્ટુની ભૂમિકામાં જય ઉપાધ્યાય બેસ્ટ છે. સાથે જ સિનિયર કલાકાર ફિરોઝ ભગત અને અટપટું અંગ્રેજી બોલતા કૂકુ (સ્મિત જોશી)ની જુગલબંદી પણ અદભૂત બતાવી છે.

ક્રિના અને હાર્દિકના વેડિંગ બેકડ્રોપ સાથે સેટ કરેલી, આ ફિલ્મ ઉતાર-ચઢાવ, હાસ્ય અને આંસુ અને આવી ઉજવણી સાથે આવતા અનોખા અનુભવોને સાર્થક કરશે. આ ફિલ્મ હસાવે પણ છે અને રડાવે પણ છે. એક મિડલ ક્લાસ વ્યક્તિ પોતાની જવાબદારીમાં વ્યસ્ત હોય છે અને એક સમય આવે છે જયારે તેમનો ભૂતકાળ તેમની સામે આવે છે અને તેમાં બાળકોના વર્તમાન સાથે મિસમેચ થાય છે ત્યારે અંતે શું થાય છે અને કોના લગ્ન થાય છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. ખાસ મેન્શન કરવા માંગીશુ કે દેવેન ભોજાણીની જે વેન લાઈનર છે, વાત કહેવાની રીત છે તે ઊંડી છાપ છોડી જાય છે. 


મુસ્કાન ન્યુઝ તરફથી આ ફિલ્મ ને 5માંથી 4 સ્ટાર