સમગ્ર ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વમાં આંબેડકર સાહેબનું નામ છે. ત્યારે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખાતા ડોક્ટર બાબા આંબેડકર સાહેબની 132 જન્મ જયંતિ નિમિત્તે ઠેર-ઠેર કાર્યક્રમો અને રેલીઓ યોજાઇ રહી છે.
ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે જૂનાડીસાની અઢારે આલમે ભેગા મળીને શોભાયાત્રા યોજાઇ હતી. જ્યારે ભાજપ-કોંગ્રેસ સહીતના હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે આ રેલી જૂનાડીસા પાટણ હાઇવેથી લઇને જૂનાડીસાના વિવિધ મુખ્ય માર્ગોમાં ફરી હતી. ત્યારબાદ જૂનાડીસા કુટીયા હનુમાન ખાતે આવીને સંપન્ન થઇ હતી.ત્યારબાદ બાબા સાહેબ કરેલા કાર્યોને જૂનાડીસાના જાગૃત નાગરિકો દ્વારા તેમજ ભાજપ-કોંગ્રેસ સહીતના લોકોએ મન મૂકીને વાતો કરી હતી.
જ્યારે આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રેખાબેન, તાલુકા પ્રમુખ ગલબાજી, મહામંત્રી બાબરસિંગ, સરપંચ શક્તિ કેન્દ્ર પ્રમુખ ભરતભાઇ ધુખ, ન્યાય સમિતિ ચેરમેન વીણાબેન પિયુષભાઇ, દિનેશભાઇ બબાભાઇ પુનડીયા, મફાભાઇ છત્રાલિયા સહીતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમ હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો.