ગુજરાત ગૌરવ યાત્રા નું આજરોજ મહુવા ખાતે આગમન

ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા શહેરમાં ગુજરાત ગૌરવ યાત્રા નીકળી છે જે આજરોજ મહુવા ખાતે આવી પહોંચી છે મહુવા વાસીઓ દ્વારા ઉષ્મા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ભારત સરકાર ના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રપ્રસાદ શેખાવત,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ,ગુજરાત રાજ્યના મંત્રી આર સી મકવાણા,જિલ્લા પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા,અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહુવા ના ગાંધી ના પૂતળા પાસે સભા યોજી હતી જેમાં મહુવા શહેર તથા ગ્રામ્યના ભાજપ પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને વધાવ્યો હતો કાર્યક્રમ પુરા થતા મહુવા બાયપાસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરેલ અને પ્રસાદ લીધેલ અને રાત્રી રોકાણ કરી ને આજે સવારે સોમનાથ ખાતે ગૌરવ યાત્રા નું પ્રસ્થાન થયેલ 

રિપોર્ટર રાજકુમાર પરમાર 

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર