પોલીસ. મહાનિદેશકશ્રી , સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ , ગુ.રા. ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૧ / ૧૦ / ૨૦૨૨ થી તા .૧૫ / ૧૦ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી, તેમને પકડી પાડી, તેમના વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ . અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે આજ રોજ તા .૧૫ / ૧૦ / ૨૦૨૨ નાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકિકત આધારે અમરેલી સીટી પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૧૦૩/૨૦૧૧ , જુગાર ધારા કલમ ૪ , ૫ મુજબના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમરેલી ખાતેથી પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . → પકડાયેલ આરોપીની વિગતઃ મનીષભાઇ ઉર્ફે પુનમ ઉર્ફે ટપુ બીહારીભાઇ પરમાર , ઉ.વ .૫૨ , રહે.રાજકોટ , ૨૦૩ , રેસકોર્ષ પાર્કે , એરપોર્ટ રોડ , તા.જી.રાજકોટ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી પી.બી.લકકડ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમે ટીમ દ્વારા કરવામાં આવેલ છે . 

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.