માત્ર ગણતરી ની કલાકમાં ટેલિફોનીક સંદેશાથી એક-એક આગેવાન પચાશ લોકોને લાવી શકે અને ધારે તે રીતે મતદાન કરાવી શકે તેવા વજનદાર આગેવાનો પાંચસો ઉપરાંત આવ્યા અને ભાવી રણ નીતિ ઘડવા દરેકે પોતાના વીચારોની આપ-લે કરી ,અને ટીકીટ માટેના સમાજનાં ત્રણ મુખ્ય દાવેરો શુકલભાઈ બલદાણીયા,પીઠાભાઈ નકુમ,ડો.હિતેષભાઈ હડીયા માંથી મોટા ભાગના આગેવાનો દ્વારા એક સુર વ્યક્ત કરવામાં આવ્યો કે શુકલભાઈ બલદાણીયા સૌથી સિનિયર,વફાદાર,અને નિષ્ઠાવાન મજબૂત દાવેદાર છે અને ચુંટણી લડવા માટે અન્ય સમાજ ના મતો લાવવા માટેની તેની વજનદાર કામગીરી પણ સારી છે ભુતકાળમાં સમાજના મુશ્કેલી ના સમયે સમાજ માટે જીવની ખેવના કર્યા વગર સમાજ માટે દિવસ રાત દોડ્યા છે અને હુમલાઓ પણ તેના પર થયેલછે તેની સમાજે નોંધ લઈ શુકલભાઈ બલદાણીયા ને ૧૨૧ ગામના પાંચાળી આહીર સમાજની માતૃ સંસ્થા ની સરસ્વતી કુમાર વિધાલયતથા હોસ્ટેલ,સરસ્વતી કન્યા વિદ્યાલય તથા હોસ્ટેલ જેમાં સમાજના ભાવી હિરલાનુ ઘડતર થાયછે તેની જવાબદારી આપેલ છે કે જે ગારીયાધાર, મહુવા, તળાજા, રાજુલા,સાવર કુંડલા,ઉના,સુરતની ત્રણ, અમદાવાદ બે મળી દશ વિધાનસભા વિસ્તારમાં પાંચાળી આહીર સમાજ નો વસવાટ છે તે સમાજના પ્રમુખ ની જવાબદારી આપેલ છે કે જે ચુંટણી માં દરેક વિધાનસભા માં મદદ રૂપ બની શકે જેમાં તેને આવતાની સાથે ગણતરી ના દિવસોમાં વર્ષોથી અટકી પડેલ ટ્રસ્ટી મંડળના રીપોર્ટ, સરકારે શૈક્ષણિક હેતુ માટે ટોકન ભાવે આપેલ જમીન પ્રકરણ કે જેમાં પણ મહત્વની કામગીરી શુકલભાઈએ કરેલ તેને ગતિ આપવાનું કામ કરેલછે.ભોળાભાઈ હડીયા દ્વારા એવી ટકોર પણ કરવામાં આવી કે ભાઈ કેટલાકે તો એવા પણ જવાબ દીધેલ છે કે હું અત્યારે કામમા છુ તો ભાઈ તું તારું કામ કર સમાજને સમાજનું કામ કરવા દે, અને કેટલાકતો ફોન ઉપાડતા નથી તો એવા લોકો વિશે પણ વિચારવું જોઈએ એવી ટકોર પણ કરેલ અને પાર્ટી જો ત્રીશ ત્રીશ વર્ષ થી વફાદારી પૂર્વક કામ કરવા છતા કીમત ન થાયતો સમાજે વિચારવું જોઈએ , તળાજા થી લઈ ઉના સુધી ,સુરત અમદાવાદ,ની આઠ-નવ વિધાનસભા માં અસર કારક મતદારો એમાંય રાજુલામાં ચાલીશ હજાર ઉપરાંત,મતદારો ધરાવતો પાંચાળી આહીર સમાજ ને કોઈ મોભાનુ સન્માનિત હોદો નમળે તો વિચારવું પડે.રાજુલા તાલુકા માં ૨૭ વર્ષથી પાર્ટી સતામાં હોવા છતાં તાલુકા પંચાયત,નગર પાલિકા, માર્કેટીંગ યાર્ડ,કે ખરીદ વેચાણ સંઘ માં પ્રમુખ કે ઉપર પ્રમુખ પણ બનાવેલ નથી.કેટલાક આગેવાનો એ એવું પણ જણાવેલ કે હિરાભાઇ સોલંકી ને તળાજા કે ઉના લગાવવામાં આવે કે જયા પણ સમાજના સારી સંખ્યામાં મતદારો છેઅને તેના કોળી સમાજના મતો મોટી સંખ્યા માથે સીટ કોંગ્રેસ ની છેજેથી પાર્ટી ને ત્રણ તથા મહુવા, તળાજા,ઉના,સુરતની ત્રણ,અમદાવાદ બે જેવી આઠ વિધાનસભા માં મજબૂત બનાવી શકાય તેવો પણ સુર વ્યક્ત થયો.આ માટે સુરતના આગેવાનો ની રાહબરી નીચે પાટીલ સાહેબનો સમય લઈ એક ભવ્ય સંમેલન બોલાવવા પણ એક અવાજે સૌએ જણાવેલ અને " શુકલભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ" ના નારા સાથે વાતાવરણ ઉત્સાહ મય બનેલ હતું .આ કાર્યક્રમમા સમાજના માજી પ્રમુખો એવા માધાભાઇ લાડુમોર(માધાતા), ભોળાભાઈ હડીયા(ભોળાતા કે જેમણે ૧૯૯૬-૯૭ માં રાજપા શંકરસિંહ વાઘેલા ની સરકારના મંત્રી લખમણભાઇ પરમાર જીલ્લા પંચાયત રાજપાની બનાવવા એક સભ્ય ઘટતો ત્યારે અનેક લોભામણી લાલચ આપવા માટે આવેલ જેને ઠોકર મારી હતી અને જેની કદરના ભાગ રુપે તેને જીલ્લા પંચાયત બાંધકામ ચેરમેન બનાવ્યા હતા), કરશનભાઈ કલસરીયા, જીલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ, રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ દેવાતભાઈ બળદાણીયા, ભાવનગર જીલ્લા પંચાયત ના પૂર્વ કારોબારી/ બાંધકામ ચેરમેન ભરતભાઈ હડીયા,રાજૂલા સમાજ પ્રમુખ મંગાતા, મહુવા યાર્ડ ડાયરેક્ટર કેડી ભાઈ, તાલુકા પંચાયત રાજુલા ચેરમેન હીતેષભાઈ હડીયા,દંડક કૌશિકભાઈ વાણીયા, રાજુલા તાલુકા,ડોકટરો,વકીલો, શાળાસંચાક મિત્રૈ ત્રંબકભાઈ, ગોપાલભાઈ (sos,), ભાવેશભાઈ, પંચાયત સદસ્ય/યાર્ડ ડાયરેક્ટર કનુભાઈ કલસરીયા, નગરપાલીકા પૂર્વ ઉપપ્રમુખ હિંમતભાઈ જીંજાળા, પૂર્વ મહામંત્રી છગનભાઈ કલસરીયા, એડવોકેટ ગુણવંતભાઈ, યુવાભાજપ મહામંત્રી ધીરુભાઈ નકુમ,શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર, મીડીયા સેલ સહકનવીર હરેશભાઈ કાછડ,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ વાણીયા, ભોળાભાઈ લાડુમોર, યાર્ડ ડીરેકટર ખીમજીભાઈ જીંજાળા,સંઘ ડિરેક્ટર ચીથરભાઇ જીંજાળા, સમાજની બંને સંસ્થા ના હુડા પ્રમુખો, ટ્રસ્ટીશ્રીઓ, સરપંચો,માજી સરપચો,ઉપસરપચો,માજી ઉપર સરપંચો, તાલુકા/જીલ્લા પંચાયત ના સદસ્યોશ્રીઓ,રાઘવભાઈ કલસરીયા, બાબુભાઈ લાડુમોર,બંને તાલુકા ના ઉધોગપતિઓ એવા વલ્લભભાઈ લાડુમોર, ગણપતભાઇ મકવાણા, દિનેશભાઈ બળદાણીયા,પેથાભાઈ કલસરીયા, મોહનભાઈ લાડુમોર, હસમુખભાઈ મકવાણા, વલ્લભભાઈ બળદાણીયા, શૈલેશભાઈ નકુમ, ગીરીશભાઈ કલસરીયા, ધીરુભાઈ લાડુમોર, હિરેનભાઈ હડીયા, મુકેશભાઈ હડીયા, ભુપતભાઈ હડીયા,પોચાભાઈ કલસરીયા, ભવાનભાઈ બળદાણીયા, નિલેશભાઈ કાછડ, કિસાન મોરચો મંગળભાઈ હડીયા, વલ્લભભાઈ હડીયા, પ્રકાશભાઈ કાતરીયા ,દુલાભાઈ મકવાણા,તેમજ આ કાર્યને ગણતરી ની કલાકમાં સફળ બનાવવાના યશભાગી વલ્લભભાઈ, ડાયાભાઇ, રસિકભાઈ,શુકલભાઈ,ગીરધરભાઇ, રમેશભાઈ, બંને પ્રવીણભાઈ,ગુણાભાઈ, વિનુભાઈ, રાણાભાઇ, દેવશીભાઈ,કાબાભાઈ, ભુપતભાઈ,પીઠાભાઈ, લાલભાઈ,શેફાભાઈ,ઘનાભાઇ, પ્રદીપભાઈ, યુવાનોની સો ઉપરાંતની ડુંગર ની ટીમ સૌનો શુકલભાઈ બલદાણીયા એ આભાર માન્યો હતો 

રિપોર્ટર આતાભાઇ વાઘ વિક્ટર