રોશનીના પર્વસમુહ દિપાવલીના મહાપર્વ આડે હવે ગણતરીના આઠેક દિવસ બાકી રહ્યા છે ત્યાર શહેરની મોટા ભાગની બજારોમાં મોડી સાંજ સુધી ખરીદી જામતા વેપારીઓમાં હર્ષ વ્યાપેલ છે. પગાર અને બોનસની ચૂકવણી થઈ રહી હોય ખાનગી એકમોના નોકરીયાતો ઉપરાંત ગૃહિણીઓ દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે જેથી બજારોમાં ખરીદીના કરંટની અનુભૂતિ થઈ રહી છે.પ્રકાશના મહાપર્વ દિવાળીના તહવાર હુંકડા આવી પહોંચતા સિહોર શહેર અને જિલ્લાના તાલુકા મથકોમાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી છુટક ખરીદી કરવા માટે આવતા મોટા ભાગની બજારો ગ્રાહકોથી ધમધમવા લાગી છે તેથી શહેરના હાર્દસમા મુખ્ય મેઇન બજાર સહિતના વિસ્તારોમાં સ્થાનિક તેમજ બહારગામથી ખરીદી અર્થે આવતા ગ્રાહકો દ્વારા સાંજના અરસામાં તેમનું વાહન કયા પાર્ક કરવુ તેની દ્વિધામાં રહે છે.અનેક સ્થળોએ વાહનચાલકો દ્વારા આડેધડ વાહન પાર્ક કરાતા હોય રાહદારીઓ માટેના રસ્તાઓ જાણે કે, સાંકડા બની જવા પામે છે.બજારોમાં ગ્રાહકોની ભાર ચહલ-પહલ
જોવા મળી રહી છે. સ્થાનિક બજારોમાં સવારના અરસામાં નજીકના ગામડાઓમાંથી અને સાંજે મોટા ભાગે શહેરી વિસ્તારોના ગ્રાહકો મહત્તમ હોય છે. જેમ જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ તેમ ખરીદી માટ બજારોમાં ઘસારો વધતો જશે તેમ જણાય છ. પ્રારંભિક તબકકામાંગ્રાહકો દ્વારા રડીમેડ કપડા, કોસ્મટીક, ફૂટવેર, ચિલ્ડ્ન વેર, ગૃહ સુશોભન અને શણગાર તેમજ ઈલેકટ્રોનીકસ ઉપકરણો, વાહન, મનોરંજનના સાધનો, મોબાઈલ, રંગાળી, ફટાકડા, મુખવાસ તેમજ ચીરોડી સહિતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી થઈ રહી છે,
બજારોમાં દિવાળીની રોનક ધસારો : ગીકટ આર્ટીકલ, સુકોમેવો અને ફૂટવેરના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો થાય