સંત નિરંકારી મિશન દ્વારા આઝાદીના ૭૫માં ‘અમૃત મહોત્સવ' ના અવસર પર સદ્દગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાનિધ્યમાં ૨૬ ફેબ્રુઆરી રવિવારના રોજ ‘અમૃત પરિયોજના’ અંતર્ગત ‘સ્વચ્છ જળ- સ્વચ્છ મન' નો શુભારંભ કરવામાં આવ્યો હતા જેમાં આ અમૃત પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોતની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન' ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. જેમાં આજ રોજ ૨૬ ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તો હાલોલ તળાવના કિનારે કીચડ,પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી “સ્વચ્છ જળ-સ્વચ્છ મન” અને સ્વચ્છ જળ સ્વચ્છ હાલોલ ના સંદેશ સાથે હાલોલ નગરની મધ્યમાં આવેલ ગામ તળાવ ખાતે સાફ સફાઈ કરવા ઉતરી પડ્યા હતા આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક મહાનુભવોએ હાજરી આપી હતી જેમાં સંત નિરંકારી મિશનના સદસ્યો સહિત સ્થાનિક લોકોએ હાલોલ તળાવના તટની સાફ-સફાઈ કરી સમગ્ર હાલોલને સ્વચ્છતા રાખવાનું આહવાન કરી સ્વચ્છ જળ અને સ્વચ્છ મન તેમજ સ્વચ્છ જળ અને સ્વચ્છ હાલોલનું સૂત્ર આપ્યું હતું જેમાં સંત નિરંકારી મિશને આજીવન સમાજ કલ્યાણ સહિત અનેક કલ્યાણના કાર્યો કર્યા છે,જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણનો આરંભ મુખ્ય હતો તેમની પ્રેરણાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત નિરકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર ‘અમૃત પરિયોજના' દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ 26 ફેબ્રુઆરી રવિવારે અમૃત પરિયોજના અંતર્ગત સમગ્ર ભારતના લગભગ ૧૦૦૦ સ્થળોના ૭૩૦ શહેરો, ૨૭ રાજ્યોમાં વિશાળ જન સંખ્યાના રૂપમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે હાલોલ તળાવ ખાતે પણ મોટી સંખ્યામાં સંત નિરંકારી મિશનના સદસ્યો સહિત સ્થાનિક મહાનુભાવો દ્વારા હાલોલ તળાવ કિનારા સહિત આસપાસની ગંદકી હટાવી સાફ સફાઈ કરી હાલોલ ખાતે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો