સુરેન્દ્રનગર શહેરમાં ગેરકાયદેસર બિલ્ડીંગ બનાવવાનો અને કોમ્પલેક્ષ બનાવવાનો મોટી માત્રામાં રાફડો ફાટ્યો છે. ત્યારે હાલમાં સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ નગરપાલિકાએ આવા ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરો સામે લાલ આંખ કરી છે. જેથી બિલ્ડરોમાં મોટાપાયે ફફડાટ ફેલાઈ ગયો છે. એક કોમ્પલેક્ષ બનાવી અને ગેરકાયદેસર બાંધકામ કરવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ અગાઉ તેને જાણકારી આપવામાં આવી હતી અને કોમ્પલેક્ષના પુરાવાને દસ્તાવેજી પુરાવા બિલ્ડરને રજૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું હતુ. પરંતુ બિલ્ડરે કોઈ જ પ્રકારના પુરાવા કે દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવામાં ન આવતા આખરે બિલ્ડીંગને નગરપાલિકા તંત્ર દ્વારા સીલ મારવાની ફરજ પડી છે.તાત્કાલિક અસરે સીલ મારવા માટે નગરપાલિકાના એન્જિનિયર કઈવંતભાઈ હેરમા સહિતની ટીમે ઘટનાસ્થળે પહોંચી અને કોમ્પલેક્ષને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરના રતનપર ખાતે આવેલા એક ગેરકાયદેસર કોમ્પલેક્ષ અને દુકાનો પરમિશન વગર બનાવી અને ગેરકાયદેસર બનાવી નાખી હોવાનું હાલમાં ફરિયાદ મળી હતી. જેના આધારે તેની પાસે પુરાવા માંગવામાં આવ્યાં હતા.કોન્ટ્રાક્ટર અને બિલ્ડીંગ બનાવનાર તેમજ જમીન માલિક સહિતના બિલ્ડીંગના સંચાલકો પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાના કારણે આખરે બિલ્ડીંગને અને કોમ્પલેક્ષને સિલ કરવાની ફરજ પડી છે. ત્યારે આ અંગેની કાર્યવાહીમાં સીલ મારવાના આદેશો ચિફ ઓફિસર સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના સાગરભાઇ રાડિયા દ્વારા આદેશ આપવામા આવ્યા હતા. તાત્કાલિક અસરે રાત્રિના સમયે કોમ્પલેક્ષને સીલ કરવામાં આવ્યાં હતા. ત્યારે હાલમાં બિલ્ડરોમાં ભારે ખડભળાટ મચી ગયો છે.