આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા ઇન્ટર પોલની જનરલ એસેમ્બલી ભારતમાં યોજાશે નવી દિલ્હીમાં CBI યજમાની કરશે , ઇન્ટરપોલના ૧૯૫ સભ્ય દેશોના પ્રતિનિધિ ઇન્ટરપોલની મદદથી આવનારા સમયમાં વધુ ગુનેગારોને પકડવામાં સરળતા થશે ૧૯૫ સભા દેશો ધરાવતી વિશ્વની સૌથી મોટી પોલીસ સંસ્થા ઇન્ટરપોલની ચાર દિવસીય ૯૦ મી જનરલ એસેમ્બલી , 18 થી 21 ઓક્ટોબર , 2022 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાશે . 1949 માં ભારત ઇન્ટરપોલમાં જોડાયું હતું અને “ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સમયે આ કાર્યક્રમની યજમાની ભારતને મળી એ ગૌરવપૂર્ણ બાબત છે . ચાર દિવસ સુધી વિશ્વભરનું પોલીસ નેતૃત્વ ભારતમાં હશે . ભારત સહિત ૧૯૫ સભ્ય દેશોના પોલીસ પ્રતિનિધિઓ આ બેઠકમાં સામેલ થશે તેવું અનુમાન છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની નિરંતર પ્રયત્નોથી આ બેઠકની યજમાની ભારતને મળી છે . ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અત્યારે પોલીસ જેવી રીતે ડ્રગ્સ સહિત ભારે ગુનાઓ સામે લાલ આંખ કરીને આગળ વધી રહી છે , ત્યારે ઇન્ટરપોલની મદદથી , વિદેશોમાં છૂપાઇ ગયેલા ગુનેગારોને પણ શોધવામાં મોટી સફળતાઓ મળી છે . -... ઇન્ટરપોલની મદદથી મર્ડરના આરોપી જયેશ પટેલની લંડનથી ધરપકડ ગુજરાત પોલીસે પણ વિદેશમાં નાસી જતા મોસ્ટ વોન્ટેડ ગુનેગારોને પકડવા માટે ઇન્ટપોલની મદદ લીધી છે અને અત્યાર સુધી ચાર ગુનેગારોને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે . તેમાં સૌથી મહત્વપૂર્ણ કેસ જામનગરમાં એડવોકેટ કિરીટ જોશી હત્યા કાંડ સાથે સંકળાયેલા આરોપી જયેશ પટેલનો છે . તત્કાલિન જામનગર એસી અને વર્તમાન ગુજરાત એટીએસના ડીઆઇજી દીપેન ભદ્રેનના જણાવ્યા અનુસાર ઇન્ટરપોલ માટે ભારતની નોડલ એજન્સી સી.બી.આઇ. મારફતે જયેશ પટેલ સામેના આધારભૂત પુરાવા ઇન્ટર પોલ મારફતે યુકેસીએ ( યુકેની નોડલ એજન્સી ) ને રજૂ કરવામાં આવ્યા હતા . તેના આધારે લંડનમાં આરોપી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તેના પ્રત્યાર્પણ માટે , વેરૃમિ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે . અહીં તે પોર્ટુગીઝ નાગરિકની ઓળખ બનાવીને રહેતો હતો . તે સિવાય વર્ષ 2019 થી અત્યાર સુધી , અનુક્રમે ત્રણ મહત્ત્વપૂર્ણ કિસ્સાઓમાં ગુજરાત પોલીસે ઇન્ટર પોલની સહાયતાથી ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા મેળવી છે . તેમાં આરોપી ધવલ માવાણી ( 2019 ) ઝિંગ ફેંગ ઝી ઉર્ફે રિચર્ડ ( 2021 ) અને મુકેશ કુમાર વૃન્દાવનદાસ શાહ ( 2022 ) સાથે સંકળાયેલા કેસ સામેલ છે . આગામી દિવસોમાં વધુ ગુનેગારો પર સકંજો કસવામાં આવશે . આંતરરાષ્ટ્રીય સ્તરે ગુનેગારો સુધી પહોંચવા માટે ઇન્ટર પોલ સાથે સક્રિયપણે કોર્ડિનેશન ચાલી રહ્યું છે ગુજરાત પોલીસને તેમાં ચાર આરોપીઓને અત્યાર સુધી લોકેટ કરવામાં સફળતા મળી છે . રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને નાગરિક હિત અનુસાર જાળવવા માટે અમે આવનારા સમયમાં હજુ વધુ ગુનેગારો સામે કાર્યવાહી કરીશું . ઇન્ટર પોલના સહયોગના લીધે તેમાં નોંધપાત્ર સહાયતા મળી રહી છે . - શ્રી દીપન ભદ્રેન , ડીઆઇજી એટીએસ ગુજરાત 194 દેશો સાથે ભારતીય એજન્સીઓની પહોંચ ઇન્ટરપોલની મદદથી , ભારતની કેન્દ્રીય તેમજ રાજ્યની સુરક્ષા એજન્સીઓની 194 દેશની સુરક્ષા એજન્સીઓ સુધીની પહોંચ બની છે . ઇન્ટર પોલ ગ્લોબલ કમ્યુનિકેશન સિમની મદદથી આ સેતુ બંધાયો છે જેની મદદથી પોલીસ ગુનેગારોની શોધખોળ અને તપાસમાં સહાયતા મેળવી શકે છે . ભારતે ઇન્દ્રપોલને પૂરતો સહયોગ આપ્યો છે અને સંસ્થાના નિયમોનું ચુસપણે પાલન કરવામાં આવે છે . જનરલ એસેમ્બલીનો એજન્ના દર વર્ષે એક વખત ઇન્ટરપોલની જનરલ એસેમ્બલી યોજાય છે . રોટેશનના આધારે દરેક સભ્ય દેશ આ બેઠકની યજમાની કરે છે . ભારતને 25 વર્ષ બાદ આ બેઠકની યજમાનીનો મોકો મળ્યો છે . ભારત તરફથી , ઇન્દ્રપોલ માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરતી સીબીઆઇ આ એસેમ્બલીની યજમાની કરશે . જનરલ એસેમ્બલીમાં સભ્ય દેશોની જરૂરિયાતો પર ધ્યા ન આપવામાં આવે છે . તે સિવાય એસેમ્બલીમાં એક્ઝીક્યુટિવ કમિટીના સભ્યોની પસંદગી પણ કરવામાં આવે છે . જેઓ એસેમ્બલીના દેસની વચ્ચે માર્ગદર્શન આપે છે . ઠરાવ તરીકે એસેમ્બલીમાં નિર્ણયો કરવામાં આવે છે . દરેક સભ્ય દેશ પાસે એક મત હોય છે . આ વર્ષે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં , સાયબર અને પ્રોફેશનલ ગુનાઓ તેમજ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ સહિતના વિષયો પર ચર્ચા થશે . તે સિવાય સભ્ય દેશો વચ્ચે ક્રાઇમનો ડેટા અને તેને નિયંત્રિત કરવા માટેના ઉપાયો અને તેમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજીનું આદાનપ્રદાન થશે
રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.