રાજ્યમાં યોજનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સમિતિમા ફરજ બજાવનારા તેમજ ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીશ્રીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તાલીમમાં ૯૪ ધારી,૯૭ સાવરકુંડલા, ૯૮-રાજુલા, ૯૫-અમરેલી, ૯૬-લાઠી વિધાનસભાના કર્મચારી અધિકારીશ્રીઓને તાલિમ આપવામાં આવી હતી, શાંતા બા મેડિકલ કૉલેજના સભા ગૃહમાં યોજાયેલી તાલિમશાળામા સ્ટેટિક સર્વેલન્સ ટીમ, ફ્લાઈંગ સર્વેલન્સ ટીમ, વીડિયો જોવાની ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ, એકાઉન્ટિંગ ટીમના કર્મચારીઓ-અધિકારીશ્રીઓને માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા તાલિમ આપવામાં આવી હતી. આ કાર્યશાળામા દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના વિવિધ કામગીરીના નોડલ અધિકારીશ્રીઓ દ્વારા ચૂંટણીલક્ષી વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.
સમાચાર સંખ્યા: ૬૬૯-૨૦
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત નાયબ મામલતદાર-નાયબ સેક્શન અધિકારીની પરિક્ષા અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
અમરેલી, તા.૧૩ ઓક્ટોબર ૨૦૨૨, (ગુરૂવાર) ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પરીક્ષાઓ અમરેલી જિલ્લામાં આગામી તા.૧૬/૧૦/૨૦૨૨ના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૧૩.૩૦ લેખિત પરીક્ષા યોજાનાર છે. અમરેલી જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવા હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.બી.વાળાએ જાહેરનામું બહાર પાડ્યું છે.પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી પરીક્ષાનાં દિવસ દરમિયાન નિર્ધારિત કરેલા પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ/ફેક્સ/સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેંદ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૧૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. અનિવાર્ય સંજોગોમાં જ સ્થળ સંચાલક પોતાનો મોબાઈલ લઈ જઈ શકશે, પરંતુ મોબાઈલ જે તે સંસ્થાના આચાર્યશ્રીના રૂમમં એક સેફ કસ્ટડીમાં રાખી તેનો દુરઉપયોગ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. આ જાહેરનામામાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો ઉપરાંત જો નવા પરીક્ષા કેન્દ્રો જાહેર થશે તો તેને પણ આ જાહેરનામુ લાગુ પડશે. પરીક્ષાર્થી અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા અધિકૃત માણસો સિવાય કોઈપણ ઈસમે આ પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં, અથવા તો પરીક્ષા વિષયક ચોરી કરવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં, પરીક્ષાના ઉમેદવારોના લેખનકાર્યમાં અડચણ/વિક્ષેપ/ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું નહીં, પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી કોઈ પણ વસ્તુ, ઈલેક્ટ્રોનીક આઈટમ/પુસ્તક, કાપલીઓએ, મોબાઈલફોન, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરાવવામાં મદદગારી કરવી નહીં.
અમરેલીમાં આ પરીક્ષાના કેન્દ્રો દિપક હાઈસ્કુલ, ગાયત્રી મંદિર પાસે, ચિત્તલ રોડ, કમાણી ફોરવર્ડ હાઈસ્કૂવલ, સેંટર-એ, વરસડા રોડ, સેન્ટરપોઈન્ટ, સરદાર સર્કલ, શ્રીમતિ જીજીબેન ફોરવર્ડ હાઈસ્કુલ વરસડા રોડ, સેન્ટરપોઈન્ટ સામે, શ્રી. ટી.પી. અને શ્રીમતિ એમ.ટી. ગાંધી ગર્લ્ડ હાઈસ્કૂલ, નાગનાથ મંદિર પાસે, શ્રીમતી એસ.એસ. અજમેરા કન્યા વિદ્યાલય, સ્ટેશન રોડ, કે.કે.પારેખ અને આર.પી. મહેતા વિદ્યાલય, સિવિલ હૉસ્પિટલની સામે, બી.એન. વિરાણી વિદ્યાલય, લેઉઆ પટેલ સંકુલ યુનિટ-૧ અને યુનિટ-૨ સ ચક્કર રોડ, સી.વી. ગજેરા સેકન્ડરી સ્કૂલ વિદ્યાસભા, લાઠી રોડ, એસ.એચ. ગજેરા હાયર સેકન્ડરી સ્કૂલ, વિદ્યાસભા, લાઠી રોડ, કે,કે. પારેખ કોમર્સ કોલેજ સેન્ટ-એ, વિદ્યાવિહાર લાઠી રોડ, કામાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ સેન્ટર-એ અને સેન્ટર-બી, લાઠી રોડ, સેન્ટ મેરી હાઈસ્કૂલ, લાઠી રોડ, ઓક્સફોર્ડ સ્કૂલ કેરિયા રોડ, પાઠક સ્કૂલ હનુમાનપરા, સરસ્વતી વિદ્યામંદિર લાઠી રોડ, એસ.ટી. ડિવિઝનની પાછળ નિર્ધારિત કરવામા આવ્યા છે. ઉપરોક્ત જાહેરનામાનો ભંગ કરનાર ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.
રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.