*વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે EVM-VVPAT નિદર્શન યોજાયું*
આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન વધારવાના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના લાલાવાડા ખાતે ચૂંટણી તંત્ર દ્વારા "EVM-VVPAT" નિદર્શન યોજાયું હતું.
EVM-VVPAT ના નિદર્શન દરમિયાન મતદાન કેવી રીતે કરવું તે અંગે ડમી બેલેટ યુનિટ દ્વારા નાગરિકોને માહિતી આપવામાં આવે છે. આ મતદાર જાગૃતિ અભિયાનમાં મતદારો પોતાનો વોટ આપીને પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે છે. નાગરિકોએ કયા ઉમેવાર કે પક્ષને વોટ આપ્યોો છે એ VVPAT માં બતાવે છે કે નહીં તે અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ આ નિદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.
આ નિદર્શન પ્રસંગે ચૂંટણીના ઝોનલ ઓફિસર શ્રી હિરેનભાઇ ડી. ચૌધરી, પાલનપુર આઈ.ટી.આઈ.ના સુપરવાઇઝરશ્રી કેતનભાઇ વી. પટેલ, પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા