વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકા ના લાલાવાડા ખાતે EVM-VVPAT નિદર્શન યોજાયું..
આગામી વિધાન સભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન વધારવાના ભાગરૂપે સમગ્ર રાજ્ય માં ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે..
ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા ના લાલાવાડા ખાતે ચૂંટણી તંત્ર દ્વારા EVM VVPAT નિદર્શન યોજાયું હતું..
EVM VVPAT ના નિદર્શન દરમિયાન મતદાન કેવી રીતે કરવું તે અંગે ડમી બેલેટ યુનિટ દ્વારા નાગરિકો ને માહિતી આપવામાં આવે છે..
આ મતદાર જાગૃતિ અભિયાન માં મતદારો પોતાનો વોટ આપી ને પ્રત્યક્ષ જાણકારી મેળવી શકે છે..
નાગરિકોએ કયા ઉમેવાર કે પક્ષને વોટ આપ્યો છે એ VVPAT માં બતાવે છે કે નહીં, તે અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું..
ગ્રામજનો એ આ નિદર્શન ને રસપૂર્વક નિહાળ્યું હતું..
આ નિદર્શન પ્રસંગે ચૂંટણીના ઝોનલ ઓફિસર શ્રી હિરેનભાઇ ડી ચૌધરી, પાલનપુર આઈ ટી આઈ ના સુપર વાઇઝર શ્રી કેતનભાઇ વી પટેલ, પોલીસ જવાનો સહિત ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા..
બ્યૂરો રિપોર્ટ નીરજ બોરાણા