ગાંધીધામમાં ટાગોર રોડ પર બસ સ્ટેન્ડ બનાવવાની માંગ
આદિપુર અને ગાંધીધામ ના મુખ્ય ટાગોર માર્ગ પર આવેલ સુંદરપુરી ( એસ.પી. ) નગર મધ્યે બસ સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાથી અહિં સ્થાનિક તેમજ બહાર ગામથી આવતા જતા પ્રવાસીઓ માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે .જેથી આ ધમધમતા માર્ગ પર બસ સ્ટેન્ડનો તાત્કાલિક નિર્માણ કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એસ. સી. વિભાગના કન્વીનર ગોવિંદ દનિચા એ કરી છે .
દનિચા એ વિગતો આપતા જણાવ્યું હતું કે " સુંદરપુરી એ મોટો રહેણાક વિસ્તાર હોઇ સતત પ્રવાસીઓથી ધમધમતા આ માર્ગ પર લાંબા સમયથી બસ સ્ટેન્ડ ન હોવાથી પ્રવાસીઓને ખાસ તો મહિલા અને બાળકો માટે બેસવા માટે ખૂબ જ તકલીફ વેઠવી પડી રહી છે .અહીંથી સમગ્ર ભારતમાં જવા આવવા માટે જગજીવન નગર, ગણેશ નગર , ઇફકો ઉદય નગર સુભાષનગર, ભાઈ પ્રતાપ નગર, શક્તિનગર, ભારત નગર ,સપના નગર ,ઓસ્લો, કિડાણા વગેરેથી પ્રવાસીઓ આ સેન્ટર પોઇન્ટ થી ખાનગી તેમજ સરકારી બસ પ્રવાસ માટે એકઠા થતાં હોય બસ સ્ટેન્ડની વ્યવસ્થા ન હોવાથી અને બસ ના ટાઈમ ટેબલ અનિયમિત હોવાથી લાંબા સમય સુધી તેઓને અહીં ઊભા રહેવું પડે છે .જ્યારે આ માર્ગ એક માર્ગી હતો ત્યારે વર્ષો જૂનું બસ સ્ટેન્ડ અહીં હતું પરંતુ આ માર્ગને વર્ષો અગાઉ ચાર માર્ગી કર્યા બાદ બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું નથી. માહિતીકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બસ સ્ટેન્ડના નિર્માણ માટે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તો એ ગ્રાન્ટ માંથી ક્યારે અને ક્યાં બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવામાં આવ્યું છે ? તેની માહિતી પ્રશાસન પ્રજાને આપે તેવી માંગ ઉઠી છે.
આથી સુંદરપુરી મુખ્ય માર્ગ પર આધુનિક બસ સ્ટેન્ડ નું વહેલી તકે પ્રશાસન નિર્માણ કરાવે તેવી માંગ દનીચાએ કરી છે.
*રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ*