સમગ્ર રાજયમાં તા.૧૧/૭/૨૨ થી તા.૨૦/૭/૨૨ સુધી વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાની ૨૩,૫૬,૭૧૭ વસ્તિને આવરી લઈ વાહક જન્ય રોગ નિયંત્રણ સઘન હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની ત્રીજા રાઉન્ડની કામગીરી ઝુંબેશ સ્વરૂપે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/ અર્બન હેલ્થ સેન્ટર, અર્બન મેલેરીયા સ્કીમ નડીયાદના આરોગ્ય સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

જેમાં NVBDCP કાર્યક્રમ અંતર્ગત તા.૧૧/૭/૨૨ થી તા.૨૦/૭/૨૨ સુધી આરોગ્ય શાખા (મેલેરીયા) ના સીધા માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરવામાં આવેલ. જિલ્લાની કુલ ૨૩,૫૬,૩૧૭ વસ્તી સામે ૨૨,૭૧,૮૪૬ વસ્તીને આવરી લેવામાં આવી છે. જેની ટકાવારી ૯૬.૪૨% છે. કુલ ૪,૫૧,૩૫૩ ઘરોને સર્વેલન્સ હેઠળ આવરી લેવામાં આવેલ છે.

મેલેરીયા પરીક્ષણ માટે ૧૨,૦૮૫ લોહીના નમુના એકત્રિત કરવામાં આવેલ છે. લેબોરેટરી પરીક્ષણમાં એકપણ મેલેરીયા પોઝીટીવ કેસ જાહેર થયેલ નથી. મચ્છરના પોરા જોવા મળેલ પાત્રોનો નાશ કરવામાં આવ્યો હતો. બાકીના પાત્રોમાં એબેટ કામગીરી કરવામાં આવેલ છે.

કુલ ૧૧,૨૬૧ મચ્છર ઉત્પત્તિસ્થાનોનો નાશ કરેલ છે. નડીયાદ શહેરી વિસ્તારમાં કુલ ૪૮૫ ઘરોમાં ફોગીંગ કામગીરી હાય ધરેલ છે અને બારમાસી તળાવમાં પોરાભક્ષક માછલી મુકવામાં આવેલ છે.

ઉપરાંત નાના ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ/ડાયફ્લૂબેન્ઝુરોન ૨૫% WPનો છંટકાવ કરવામાં આવેલ છે. મચ્છર થી ફેલાતા રોગો જેવો કે મેલેરીયા, ડેન્ગયુ, ચિકનગુનીયા મચ્છર ઉત્પતિ સ્થાનો, મચ્છરથી બચવા માટે સ્વબચાવના ઉપાયો અંગે જનસમુદાયને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવેલ છે.