અમરેલી જિલ્લાનાં ધારી પોલીસ સ્ટેશનનાં વિસ્તારમાંથી ગેરકાયદેસર ફુલછોડની આડમાં ગાંજાનાં છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાનાં છોડ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ . કબ્જે કરેલ મુદ્દમાલ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ , ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ , કેફી ઔષધો , મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર , હેરા ફેરી , વેચાણ અટકાવવા જરૂરી સુચનાં આપવામાં આવેલ હોય , તથા એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતાં ઇસમોને ઝડપી પાડવા અને ગુજરાત રાજ્યને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ છે . પકડાયેલ આરોપી હસમુખભાઇ મધુભાઇ વાઘેલા , ઉ.વ .૫૧ , ધંધો.મજુરી , રહેવાસી ગામ - સરસીયા , જગ્યાવાળુ પરૂ , તા.ધારી , જિ.અમરેલી, જે અનુસંઘાને શ્રી અશોકકુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાંઓની જરૂરી સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય , એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી. ટીમ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ ટીએસ . ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , ધારી તાલુકાનાં સરસીયા ગામે જગ્યાવાળુ પરા તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતો હસમુખભાઇ મધુભાઇ વાઘેલાના તા.ધારી , જિ.અમરેલીવાળા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર માદક પદાર્થ કુલછોડની આડમાં ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહે જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે . વનસ્પતિ જન્ય લીલા ગાંજાના છોડ નંગ -૬ વજન ૧ કિલો ૬૦ ગ્રામ કિ .૯,૮૦૦ / - ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે મજકુર ઈસમને વધુ તપાસ અર્થે ધારી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે . છે આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ , નાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ.શ્રી કે.સી.રાઠવા , સર્કલ પો.ઈન્સ . , ધારી , તથા એસ.ઓ.જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.એમ.સોની , તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા એક ઈસમને ફૂલછોડ ની આડમાં ગાંજાનાં છોડનાં વાવેતર સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.