ભાભર પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેપાર કરતાં 3 અને એક તૂક્કલનો વેપાર કરતાં શખ્સોની અટકાયત કરી છે. પોલીસે અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો વેપાર કરતાં શખ્સોને ઝડપી પાડયા હતા. પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ સાથે અલગ-અલગ વિસ્તારમાંથી 4 શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનું ગેરકાયદેસર વેચાણ કરતાં 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં ચાઇનીઝ દોરીથી બનતાં અકસ્માતો અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ભાભર પોલીસે બાતમી હકીકત આધારે ભાભરમાં ચાઇનીઝ દોરી વેચાણ કરતાં 3 શખ્સો અને એક શખ્સ તુક્કલનું વેચાણ કરતાં ઝડપી પાડ્યા છે. જેમાં વિષ્ણુભાઇ માળી નેસડા ભાભર, વિક્રમભાઇ ઠાકોર ભાભર, જોરુભા રાઠોડ ભાભર જૂના અને હાર્દિકભાઇ ઠક્કર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 'બનાસકાંઠા જીલ્લામાં પોલીસ પતંગોની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો કેટલીક દુકાનોમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઇ રહ્યું હોવાની બૂમરાડ ઉઠી છે. જોકે, વહેલી તકે ભાભર અને પાલનપુર શહેર પૂર્વ પોલીસની જેમાં બનાસકાંઠાની પોલીસ પણ પતંગની દુકાનોમાં તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં ચાઇનીઝ દોરી ઝડપાઇ તેમ છે.'