બનાસકાંઠા જિલ્લામાં એક યુવક એક તરફી પ્રેમમાં યુવતીને બ્લેકમેલ કરી યુવતીના ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનમાં મદદ માગતા 181 ટીમ દ્વારા એકતરફી પ્રેમમાં પાગલ યુવકને કાયદાનું ભાન કરાવ્યું હતું, યુવકે ભવિષ્યમાં આ પ્રકારનું કોઈ કૃત્ય નહીં કરવાની બાયંધરી આપી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસકાંઠા જિલ્લાના એક ગામની યુવતીને તેના જ ગામનો યુવક બ્લેકમેલ કરી ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વીડિયો કોલમાં વાત કરવાની બળજબરી કરતો હતો. પરંતુ યુવતી યુવક સાથે સબંધ રાખવા ન ઈચ્છતી હતી અને વાત કરવા પણ ન માંગતી હતી. તેમ છતા અવારનવાર યુવક આ યુવતીને હેરાન પરેશાન કરતો હતો અને ફોટા વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવતીએ ન છૂટકે હારી થાકી ને 181 હેલ્પ લાઈનમાં ફોન કરી અને મદદ માંગી હતી જેથી 181 ની ટીમ તાત્કાલિક તેના ગામમાં પહોંચી ગઈ હતી.

181 ટીમ દ્વારા યુવતીની સમસ્યાઓ સાંભળી અને યુવકને કાઉન્સિલિંગ કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એક તરફી પ્રેમમાં ઘણીવાર મોટો અપરાધ થતા વાર લાગતી નથી તે જે કરી રહ્યો છે તે કાયદાકીય દ્રષ્ટિએ ગંભીર ગુનો છે તેથી આ મહિલાને ખોટી રીતે હેરાન કરવાનું બંધ કરી દે જે બાદ 181 ટીમ દ્વારા યુવકના ફોનમાં મહિલાના ફોટા વીડિયોનું પૂછતા યુવકે ફોટા વીડિયો નથી ખાલી એક તરફી પ્રેમમાં એવું કરતો હતો. પરંતુ 181 ટીમે યુવકને કાયદાનું ભાન કરાવી જેથી યુવકે કોઈ દિવસ કોઈ મહિલાને આવી રીતે હેરાન કે બ્લેકમેલ નહીં કરું તેવું લખાણ લખી 181 અભયમ ટીમને આપ્યું હતું.