મહેસાણા : આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ચૂંટણીને લઇ મહેસાણા પોલીસ પણ એક્શન મોડમાં આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિત જળવાઈ રહે એ માટે પોલીસ કામગીરી કરી રહી છે.ત્યારે મહેસાણા SOG ટીમે લિસ્ટેડ બુટલેગરને દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગર અશોક ગિરવરથી ઝડપાયો મહેસાણા એસઓજી ટીમેં વિદેશી દારૂના ગુન્હામાં ફરાર આરોપી અશોક રૂપારામ પ્રજાપતિને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા જે મામલે પોલીસ તેણે શોધી રહી હતી.આ દરમિયાન મહેસાણા એસઓજી ટીમને બાતમી મળી હતી કે બુટલેગર અશોક રૂપારામ પ્રજાપતિ હાલમાં પોતાના ગામ ગિરવર ખાતે હજાર હોવાની જાણ થતાં મહેસાણા એસઓજી ટિમ અને AHUT ની ટિમ બુટલેગરના ઘરે દરોડો પાડી તેણે ઝડપી પાડ્યો હતો.
ગુજરાતના અલગ અલગ 16 પોલીસ મથકમાં ગુના દાખલ
લિસ્ટેડ બુટલેગર અશોક પ્રજાપતિ અગાઉ ગુજરાતમાં અલગ અલગ સ્થળે વિદેશી દારૂ સપ્લાય કરતો હતો જેમા ગુજરાતના અલગ અલગ પોલીસ મથકો માં મળી કુલ 16 ગુન્હામાં અશોક પ્રજાપતિ વિરુદ્ધ ગુન્હા રજીસ્ટર છે ત્યારે મહેસાણા જિલ્લાના 15 ગુન્હા પાટણ જિલ્લામાં એક અને બનાસકાંઠા જિલ્લામાં એક મળી કુલ 17 ગુન્હામાં સંડોવાયેલ છે.