વાંકાનેર કાનેર નજીક થયેલ લુંટના ગુન્હામાં ૧૧ વર્ષે આરોપી પકડાયોવાકાનેર નજીક થયેલ લુંટના ગુન્હામાં ૧૧ વર્ષે આરોપી પકડાયો

વાકાનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલ પંપ થયેલ લુંટ-ધાડના ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા કવાયત કરવામાં આવી રહી હતી દરમ્યાન મોરબી પેરોલ ફર્લો સ્કવોડ, એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે ગાંધીનગર પાસેથી આરોપીને પકડીને વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરલે છે અત્રે ઉલ્લેખનીય છે કે, પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુદ્રાને બાતમી મળી હતી તેના આધારે વાકાંનેર તાલુકા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપંપ પર થયેલ ધાડ-લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી બાકુ ઉર્ફે મગન ઝાપડા ડાંગી રહે. વાગવા તાલુકો રાણાપુર જીલ્લો જાંબુઆ વાળાની ગાંધીનગર ખાતેથી ધરપકડ કરેલ છે અને આરોપીને વાકાનેર તાલુકા પોલીસને સોપી આપેલ છે.