આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાનો માતાઓ અને બહેનોને મંદિરમાં ન જવા મામલે અને શોષણ થતું હોવાનું કહેતો એક વીડિયો વાઇરલ થયો છે. એ મામલે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે હવે ભાજપ વર્ષોથી પાટીદાર સમાજવિરોધી માનસિકતા ધરાવે છે. અડધી રાતે કેશુભાઈને કાઢી નાખ્યા હતા. પાટીદાર સમાજે જ્યારે આંદોલન કર્યું ત્યારે એને કચડી નાખવાનો અને જેટલા પણ પાટીદાર નેતાઓ હતા તેને તોડીને ભાજપમાં લાવી ભાજપની ભાષા બોલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેમાં તેઓ સફળ પણ રહ્યા છે. હાર્દિક પટેલ અને ગોરધન ઝડફિયા જેવા નેતાને પણ ભાજપનો ખેસ પહેરાવવામાં તેઓ સફળ રહ્યા છે.