મોંઘવારી, બેરોજગારી અને મંદીથી ત્રસ્ત ગુજરાતના મતદારો પરિવર્તન લાવશે તેવું જણાવીને પોરબંદરમાં યુથ કોંગ્રેસ દ્વારા ચુવા પરિવર્તન યાત્રા બાઈકરેલી અને સભા યોજાયા હતા જેમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજરી આપી હતી અને રાજ્ય સરકારની નિષ્ફળતા ઉપર ટકોર કરીને આકરા ચાબખા માર્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પ્રદેશ કોંગ્રેસના પુર્વપ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા તથા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડીયાના નેતૃત્વમાં પોરબંદરમાં અનેક દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં અસ્માવતી રીવરફ્રન્ટ ખાતેથી યુથ કોંગ્રેસ દ્વારા બાઈક રેલી યોજાઇ હતી અને આ રેલી સુદામાચોક ખાતે સભામાં રૂપાંતરીત થઇ હતી. જેમાં બેકારી અને જીવન જરૂરી ચીજવસ્તુના વધતા જતા ભાવ વધારા વિરૂધ્ધ ચર્ચાઓ થઇ હતી જેમાં રઘુશર્મા, રામકીશન ઓઝા, હરપાલસિંહ, અમરીશ ડેર, ઋત્વિક મકવાણા અને અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના દિગ્ગજ નેતાઓએ સંબોધન કરીને ભાજપ સરકારની નિષ્ફળતા ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોંઘવારી,
બેરોજગારી અને મંદીથી ત્રસ્ત ગુજરાતના મતદારો પરિવર્તન લાવશે. ૨૭ વર્ષમાં વચનો સિવાય કશું મળ્યું નહી
સુદામા ચોક ખાતે યોજવામાં આવેલી યુથ કોંગ્રેસની આ સભામાં નેતાઓ દ્વારા જણાવાયું હતું કે ૨૭ વર્ષમાં ભાજપ સરકારે ગુજરાતમાં છેતરપિંડી સિવાય મતદારો માટે કાંઇ કર્યુ નથી. મોંઘવારી અને બેકારીમાં સતત વધારો કર્યો છે. ભાજપ સરકારે ૧૦૦ દીવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે ૨ કરોડ યુવાનોને રોજગારી આપીશું, ભ્રષ્ટાચાર નાબુદ કરીશું, દરેકના ખાતામાં રૂા. ૧૫ લાખ જમા કરાવીશું જેવા ઠાલા વચનો આપીને સત્તામાં આવેલ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે ૮ વર્ષોમાં તથા રાજય સરકારે ૨૭ વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારનું કમળ ખીલવવાનું કામ કર્યું છે અને પ્રજાજનોને અવનવા કાયદાઓ દ્વારા હેરાન કરવા સિવાય ભાજપ સરકારની બીજી કોઇ ઉપલબ્ધી નથી.
ભાજપના રાજમાં મોંઘવારી અઢી ગણી વધી
કોંગ્રેસના આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે પેટ્રોલ હોય કે ડીઝલ, .
સીએનજી હોય કે પી.એન.જી., રાસાયણિક ખાતર હોય કે બિયારણ, દવાઓ, ખાદ્ય સામગ્રી હોય કે જીવન જરૂરી અન્ય ચીજવસ્તુઓ એકપણ એવી વસ્તુ બચી નથી કે જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. છેલ્લે બાકી રહી જતું હતું તો દહીં, દુધ, પનીર, છાસ, લોટ જેવા ખાદ્ય પદાર્થો ઉપર પણ જી.એસ.ટી. ઠોકી બેસાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધું છે.
૮ વર્ષ પહેલા કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કપાસીયા તેલ ડબ્બ રૂ.૧૦૪૦ માં મળતો હતો. જેને અત્યારે ભાજપ સરકારે અઢી ગણા ભાવ વધારા સાથે રૂા. ૨૬૦૦ સુધી પહોંચાડી દીધો છે. સીંગતેલ ડબ્બો રૂા. ૧૩૭૦માં મળતો હતો. તેને રૂા. ૨૦૦૦ ની રોકોર્ડ સપાટી ઉપર પહોંચાડી દીધો છે. ગેસ સીલીન્ડર સબસીડી ગાયબ કરી દીધી છે તેમજ રૂા. ૪૧૦ માં મળતો બાટલો અત્યારે તેના કરતા ડબલથી પણ વધારે રૂા. ૧૦૬૦ માં મળી રહ્યો છે. કઠોળના પ્રતિ કીલો સરેરાશ ભાવ રૂા. ૬૦-૮૦ રહેતા. જેને ૧૮૦ પર પહોંચાડી દીધા છે. શાકભાજીના ભાવ પ્રતિ કીલો સરેરાશ રૂા. ૩. ૧૪૦ ૧૦-૨૦ હતા તેને વધારીને અત્યારે રૂા. ૬૦-૮૦ પહોંચાડી દેવામાં આવ્યા છે.
પેટ્રોલીયમ પેદાશના ભાવ ભડકે બળ્યા
પેટ્રોલ પ્રતિ લીટર રૂા. ૬૪ માં મળતું હતું તેને વધારીને રૂા. ૯૯ સુધી પહોંચાડી દેવામાંઆવ્યું છે તેમજ રોજે રોજ ભાવ વધી રહ્યા છે. ડીઝલ પ્રતિ લીટર રૂા. ૫૪ મળતું હતું. તેને રૂા. ૧૦૦ ઉપર પહોંચાડી દેવામાં આવ્યું છે. તેમાંય માછીમારોને આપવામાં આવતા બલ્ક ડીઝલના ભાવ તો બજાર ભાવ કરતા પણ પ્રતિ લીટર રૂા. ૧૫ વધુ વસુલવામાં આવે છે. જે સી.એન.જી. રૂા. ૪૨ પ્રતિ કીલો મળતો હતો તેના ભાવ ડબલ કરીને રૂા. ૮૪ પહોંચાડી દેવામાં આવ્યું છે. ભાજપ સરકારે સી.એન.જી. રીક્ષા અપનાવાની ફરજ પાડી હતી પરંતુ ૮ વર્ષમાં સી.એન.જી. ના ભાવમાં જંગી ભાવ વધારાએ વચનભંગ જ કર્યો એટલું જ નહી આપણી કમર ભાંગી નાખી છે.
આવક છીનવાઈ
બીજી બાજુ જનતાની આવકમાં કોઈ વધારો થયો નથી. માછીમારોની આવક ઘટીને તળીએ આવી ગઇ છે.ખાનગી ક્ષેત્રે અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઇ છે. ખેડુતોને તેમની ઉપજના પુરતા ભાવ મળતા નથી. શ્રમિકોની આવક દિવસે ને દિવસે ઘટી રહી છે. આવી સ્થિતિમાં વ્યકિત કઈ રીતે પોતાનાપરિવારનું ગુજરાન ચલાવે ? કઇ રીતે પોતાના બાળકોને ભણાવે ? કઇ રીતે ઘરનું ઘર વસાવે ? ભાજપ સરકારે આ સવાલોના જવાબો આપવાની જગ્યાએ દિવસે ને દિવસે મોંઘવારીના ડામ આપે રાખે છે. ૨૦૧૪ સુધી કોંગ્રેસની સરકાર હતી. ત્યારના ભાવો કરતા વધુ અત્યારે ૨૦૨૨ માં ભાવો બમણાં રતા વધારે થયા છે.પોરબંદરમાં યોજવામાં આવેલ યુથ કોંગ્રેસની યુવા પરિવર્તન બાઈકરેલી અને યુવા પરિવર્તન સભાને સફળ બનાવવા અર્જુનભાઇ મોઢવાડીયા । અને રામદેવભાઇ મોઢવાડીયા તથા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામતભાઈ ને ઓડેદરા, હીરાલાલભાઇ શિયાળ ઉપરાંત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખો રામભાઇ મેપાભાઇ ઓડેદરા અને અતુલભાઇ કારીયા, જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ ૐ ધર્મેશભાઈ પરમાર અને એન.એસ.યુ.આઇ.ના જીલ્લા પ્રમુખ કિશન રાઠોડ, સંજયભાઇ કારીયા, પરીમલભાઇ ઠકરાર, ઓબીસી સેલના પ્રમુખ વિજયભાઇ । બાપોદરાના નેતૃત્વમાં યુવાનોની ટીમે જહેમત ઉઠાવી હતી.