હાલ સમગ્ર દેશ દેશભક્તિ ના રંગે રંગાયો છે ત્યારે ઠેર ઠેર દેશ ભક્તિ ના ગીતો સંભલાઈ રહિયા છે અને દેશ ભક્તિ ના નારાઓથી વાતાવરણ ગુંજી રહીયું છે ત્યારે સમગ્ર દેશ માં ૭૭ માં રાષ્ટ્રીય પર્વ ને લઈને અનેરો ઉત્સાહ છે તથા આજે જિલ્લા ની તમામ શાળાઓ સહિત સરકારી કચેરીઓ માં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવી રહીયો છે સાથે સાથે આજે લોકોએ પોતાના ઘરો પર ત્રિરંગા લહેરાવ્યાં છે 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ત્યારે આજે માળીયા હાટીના તાલુકા ના બાબરા ગીર મુકામે ૭૭ માં રાષ્ટ્રીય પર્વની તાલુકા કક્ષા ની ઉજવણી કરવામાં આવી હતી.બાબરા ગીર મુકામે પ્રાથમિક શાળા ના પ્રાંગણમાં માળીયા હાટીના મામલતદાર બી.ટી.સવસાણી ના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી.જ્યારે માળીયા હાટીના પોલીસ સ્ટેશન ના PSI B. K ચાવડા અને પોલીસ જવાનો દ્વારા પરેડ સાથે રાષ્ટ્રધ્વજ ને સલામી આપવામાં આવી હતી.

ત્યારે તાલુકા કક્ષા ના આ કાર્યકમ માં માળીયા હાટીના મામાલતદાર , તાલુકા કક્ષા ના અધિકારીઓ,પોલિસ વિભાગ psi તેમજ જવાનો ,ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના જવાનો તેમજ તાલુકા ના આગેવાનો ,બાબરા ગીર ગામ ના લોકો ,બાબરા ગીર પ્રાથમિક શાળા ના આચાર્ય અને સ્ટાફ તેમજ શાળા ના વિદ્યાર્થીઓ બહોળી શખયમાં ઉપસ્થિત રહિયા હતા અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રધ્વજ ને સલામી આપી હતી.

જયારે આ કાર્યકમ દરમિયાન બાબરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા દેશ ભક્તિ ના વિવિધ કાર્યકમો રજુ કરી મહેમાનો ને ભાવ વિભોર કર્યા હતા.

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ) સંપર્ક :- 9925095750