વડોદરા શહેરના સંજયનગરમાં પ્રધાનમંત્રી આવસ યોજનાનાં કામનું ખાતમુહુર્ત...
વડોદરા શહેરમાં વર્ષ 2017 ના મે મહિનામાં પાલિકાએ વારસિયા રિંગ રોડ પર આવેલા સંજયનગરના 1841 કાચા પાકા મકાનોને દૂર કર્યા હતા. પરંતુ વિવાદ થતા બિલ્ડરે લાભાર્થીઓને ભાડું ચૂકવવાનું બંધ કર્યું હતું. વિવાદમાં સપડાયેલી સંજય નગરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે અગાઉ મેયર કેયુર રોકડીયાએ જાહેરાત કરી હતી કે બિલ્ડર 1841 મકાન લાભાર્થીને તેમજ 796 મકાનો પ્રીમિયમ પેટે આપવાનો હતો.
જેમાં હવે વધુ 307 યુનિટ પાલિકાને આપશે. તેટલું જ નહીં સંજયનગર પાસે આવેલી 71,856 ચોરસ ફૂટ જમીન પર બિલ્ડર ક્લેઇમ નહિ કરે તેમ જણાવી પાલિકાને આ પ્રોજેકટથી 40 કરોડનો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. ત્યારે મોડા મોડા સંજયનગર આવાસ યોજનાના આવાસોને બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની હાજરીમાં કામગીરીનો શુભારંભ થયો છે.