કારતક પૂર્ણિમાનો પાવન દિવસ એટલે દેવ દિવાળી, જેને “દેવતાઓની દિવાળી” પણ કહેવામાં આવે છે.
આ દિવસે એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓ સ્વર્ગથી પૃથ્વી પર ઉતરી કાશીના ઘાટે દીપ પ્રગટાવે છે.સાથે સાથે લોકો દેવતાઓનું સ્વાગત કરવા માટે ઘરે પણ દીવા પ્રગટાવે છે. એમાંય ખાસ પ્રચલિત છે કાશીની દેવદિવાળી જ્યાં લોકો દૂર દૂરથી આ પ્રકાશની દિવાળી જોવા માટે આવે છે.
વારાણસી, ગંગાજીનો કિનારો અને હજારો દીપોની ઝળહળ સાથે જે નજારો સર્જાય છે, તે અદભૂત હોય છે. આ તહેવાર દિવ્યતા, ભક્તિ અને પ્રકાશનું પ્રતિક છે
કારતક પૂર્ણિમાનો પાવન દિવસ: dev diwali