સિહોર પંથકમાં બપોર બાદ સાંજના સમથે મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, ટાણા અને સણોસરા પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તાઓમાં નદીઓ વહી ગઈ હતી, નીચલા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બે દિવસથી રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાંજે ચાર વાગ્યા પછી સિહોર પંથકના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. પવનની લહેર વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા હતા અને વરસાદ વરસ્યો હતો, અને વરસાદ દિવાળી કરીને જશે તેવું લાગે છે મેઘમહેર હવે ખેડૂતો માટે આફત બની રહી છે ચોમાસુ હજુ વિદાય લેવાનું નામ લઈ રહ્યા નથી. સિહોરમાં સતત ત્રીજા દિવસે કમોસમી. ઝાપટું વરસ્યું હતું. તો જ્યારે પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાની લકીર તણાઈ હતી. હાલના વાતાવરણ ઉપરથી ઓણ સાલ વરસાદ દિવાળી કરીને જ જશે તેવું લાગી રહ્યુ છે. ટાણા અને સણોસરા પંથક આસપાસમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે ભારે પવન સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે , અનરાધાર વરસાદથી રસ્તાઓમાં પાણી વહ્યા હતા જોરદાર વરસાદ ખાબકતા વાહનચાલકોમાં નાશભાગ મચી જવા પામી હતી આસોમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવી રીતે વરસાદે એન્ટી કરી હતી. ભારે પવન કૂંકાવાનો શરૂ થયો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો શરૂ થયો છે આથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વીજળીના પ્રચંડ કડાકાથી લોકો ધ્રજી ઉઠ્યા હતા