સુરત શહેરના બારડોલી પોલીસ મથક ખાતે લોક દરબાર બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

બારડોલી પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસવાળા ની ઉપસ્થિતિમાં લોક દરબાર નું આયોજન કરાયું હતું.   પોલીસ મથક ને લગતી જરૂરી કામગીરીનું અને તહેવારો સમયે ટ્રાફિક સમસ્યા સહિતના વિવિધ પ્રશ્ને જિલ્લા પોલીસ વાળા ની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી.

સુરત જિલ્લાના બારડોલી પોલીસ માટે ટાઉન પોલીસ માટે ખાતે આગામી તહેવારો અંગે નગરજનો સાથે ચર્ચા વિચારણા કરવા માટે લોક દરબાર નું આયોજન કરાયું હતું. જિલ્લા પોલીસ વાળા ની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો.   આવનાર બે દિવસ બાદ ઇદે મિલાદ તહેવાર છે ત્યારે સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે ચર્ચા કરવામાં આવી હતી.   સાથે લોક દરબારમાં બારડોલી નગર ને લગતા કેટલાક પ્રશ્નો અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને તહેવારોના સમયે નગરના મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યાનો મોટો મુદ્દો ઉપસ્થિત થાય છે. તેમજ નવેમ્બર ડિસેમ્બર દરમિયાન એન આર આઈ ઓ નું પણ આગમન થતાં વિવિધ પ્રશ્નો ટ્રાફિકને લઈને ઊભા થાય છે.   તો તેના જરૂરી આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.  

બારડોલી ટાઉન પોલીસ મથક  ખાતે દરબાર માં પોલીસ મથક ને લગતા પણ કેટલીક વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા ઉઠી હતી.   પોલીસ મથક  ખાતે મુદ્દામાલ માં જમા કરેલ વાહનો મુકવાની અગવડતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.   અને જેમાં નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સમય જગ્યા ફાળવવામાં આવે એવી જિલ્લા પોલીસવાળાએ દરખાસ્ત  કરી હતી.   સાથે જ બારડોલી ટાઉન પોલીસ મથકમાં પોલીસ કર્મીઓના મહેકમ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.