અમદાવાદ/રાજકોટ/ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી તેમની ગુજરાત મુલાકાત માટે આજે બપોરે 1:00 વાગ્યે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. ત્યાં આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તેમજ પાર્ટી ના અનેક પ્રદેશ નેતાઓ અને કાર્યકરોએ અરવિંદ કેજરીવાલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ જી પોરબંદર એરપોર્ટ થી સીધા વેરાવળ જવા રવાના થયા હતા. આ પછી તેઓ બપોરે 3:00 કલાકે વેરાવળ સભા સ્થળ-કે.સી.સી. ગ્રાઉન્ડ (રેલવે કોલોની) ખાતે પહોંચ્યા. વેરાવળમાં સભા સ્થળે ગુજરાતના સાંસ્કૃતિક કાર્યક્રમો જેમ કે ડાયરો, ભજન અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવિંદ કેજરીવાલે વેરાવળમાં વિશાળ જાહેર સભા ને સંબોધી હતી અને ગુજરાતના દરેક યુવાનોને રોજગાર આપવાનું વચન આપતા આમ આદમી પાર્ટી ની બીજી ગેરંટી જાહેર કરી. આની જાહેરાત કરતા અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો 10,00,000 સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવશે. અને સરકારી ભરતીમાં ભલામણ અને ભ્રષ્ટાચાર ને સદંતર નાબૂદ કરીને દરેક યુવાનોને સમાન રોજગારી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

આ પછી અરવિંદ કેજરીવાલ વેરાવળ થી નીકળી પોરબંદર એરપોર્ટ પહોંચ્યા અને ત્યાંથી રાજકોટ જવા રવાના થયા. અરવિંદ કેજરીવાલ સાંજે 6:30 વાગ્યે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળ્યા બાદ સંજય રાજગુરુ કોલેજ પહોંચ્યા હતા. સંજય રાજગુરુ કોલેજમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ એ અરવિંદ કેજરીવાલ જી નું સ્વાગત કર્યું.

અરવિંદ કેજરીવાલ જી એ રાજકોટ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટી એ મોટી જાહેરાત કરી છે કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતના દરેક યુવાનોને રોજગારી આપવામાં આવશે. અમે દિલ્હીમાં 12 લાખથી વધુ યુવાનોને રોજગારી આપી છે, તો ગુજરાતમાં પણ રોજગાર આપવામાં આવશે. અને જ્યાં સુધી યુવાનોને રોજગાર ન મળે ત્યાં સુધી તેઓને દર મહિને ₹3000 નું બેરોજગારી ભથ્થું મળશે અને 10,00,000 સરકારી નોકરી ની ભરતી હાથ ધરાશે. આ ઉપરાંત પેપર લીક ની પ્રક્રિયા ને રોકવા માટે કડક કાયદો લાવવામાં આવશે અને યોગ્ય સમયે ભરતી કરવામાં આવશે, તેના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવશે.

સોમનાથ એક શુભ અને પવિત્ર ભૂમિ છે, તેથી ગુજરાત અને દેશના લોકોની પ્રગતિ માટે અમે ત્યાં ભગવાન શિવને પ્રાર્થના કરી. ફક્ત સોમનાથ અને રાજકોટ જ નહીં અમને આખા ગુજરાત થી પ્રેમ છે. આવતી 6 ઓગસ્ટ એ બરોડા અને 7 ઓગસ્ટ એ જામનગર આવીશું. દરેક સમાજ ના લોકો ને આમ આદમી પાર્ટી માં સ્થાન મળશે અને ગુજરાત માં દરેક વ્યક્તિ મુખ્યમંત્રી હશે. અમે એવું શાસન ઇચ્છીએ છીએ જ્યાં દરેક આમ આદમી ની સુનાવણી થાય.

સંજય રાજગુરુ કોલેજ માં બે તળાવ વચ્ચે રમણીય શિવધામ બનાવી 25 ફૂટ રુદ્રાક્ષનું શિવલિંગ, પ્રાણપ્રતિષ્ઠિત મંદિર તથા 12 જ્યોતિર્લિંગ ની સ્થાપના કરેલ છે, તેમાં દરેક વ્યક્તિ જે શિવજી માં આસ્થા ધરાવે છે અને શ્રાવણ મહિનામાં કુદરતની નજીક આવવા માંગે છે એમને હ્રદયપૂર્વક રાજગુરુ પરિવાર તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં મહાઆરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તથા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતી માં અરવિંદ કેજરીવાલ જી તથા આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુ હાજર રહ્યા હતા અને ભગવાન શિવજી ના 25 ફૂટ રુદ્રાક્ષના શિવલિંગ ની પૂજા અર્ચના કરી હતી.

શિવધામ માં મહાઆરતી બાદ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા અરવિંદ કેજરીવાલ જી એ કહ્યું કે, આજે શિવ જી ના પ્રાણપ્રતિષ્ઠિત મંદિર માં આવવાનો અવસર મળ્યો, તે બદલ હું પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમજુ છું. આટલું સુંદર મંદિર બનાવવા માટે હું ઇન્દ્રનીલભાઈ ને અભિનંદન આપવા માંગુ છું. હિન્દૂ ધર્મ માં દાન-પુણ્ય નું ખૂબ જ મહત્વ છે, બધા પોતપોતાની રીતે પોતાનું ઘર ચલાવવા માટે કમાણી કરે છે અને તેમાંથી દાન પણ કરે છે. કોઈ મંદિર બનાવે છે તો કોઈ મંદિર માં દાન કરે છે, કોઈ લોકો માટે પાણીની વ્યવસ્થા કરે છે તો કોઈ ગરીબો ના બાળકો માટે સ્કૂલ બનાવે છે, ગરીબો ના ઈલાજ માટે સારા હોસ્પિટલો બનાવે છે. આ બધું જ ધર્મ નું કામ છે અને પુણ્ય નું કામ છે.

‘આપ’ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ જી એ રાજકોટમાં 25 ફૂટ ઊંચા રૂદ્રાક્ષના શિવલિંગની પૂજા કરી.

અરવિંદ કેજરીવાલ જી એ રાજકોટના સંજય રાજગુરુ કોલેજ ગ્રાઉન્ડ ખાતે રૂદ્રાક્ષના શિવલિંગની પૂજા કરીને દેશ અને ગુજરાતની જનતા ની પ્રગતિ માટે કામના કરી.

હિંદુ ધર્મમાં આપણને શીખવવામાં આવ્યું છે, તો અમે એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે દિલ્હીની સરકાર ચલાવી રહ્યા છીએ : અરવિંદ કેજરીવાલ

આજે ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળામાં ભણી ને ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે, આ પુણ્ય નું કામ આમ આદમી પાર્ટીની સરકારે કર્યું છેઃ અરવિંદ કેજરીવાલ

અમે એવું શાસન ઇચ્છીએ છીએ જ્યાં દરેક આમ આદમી ની સુનાવણી થાય: અરવિંદ કેજરીવાલ

આજે અમે દિલ્હીમાં દિલ્હી સરકાર પણ ધર્મ ના હિસાબ થી ચલાવીએ છીએ. જેમ કે, અમને રાજનીતિ કરતા નથી આવડતી, દિલ્હી માં અમે સ્કૂલ બનાવીએ છીએ ત્યાં જનતા ના જ બાળકો ભણે છે એમ અમે સારું શિક્ષણ આપીએ છીએ. અમે હોસ્પિટલ બનાવીએ છીએ ત્યાં સૌનું ઈલાજ થાય છે. અમે દિલ્હીમાં ગરીબો અને અમીર ની સારવાર મફત કરી છે. દિલ્હીમાં અમે સરકારી શાળાઓ એટલી અદ્ભુત બનાવી છે કે આજે ગરીબોના બાળકો સરકારી શાળામાં ભણી ને આગળ વધે છે, અને આજે તેઓ ડોક્ટર અને એન્જિનિયર બની રહ્યા છે. આ બધું પુણ્યનું કાર્ય છે. હિન્દુ ધર્મમાં આપણને શીખવવામાં આવ્યું છે કે નિ:સ્વાર્થ ભાવ સાથે જીવન જીવીને પુણ્ય કમાવો. તો અમે એ જ રીતે નિઃસ્વાર્થ ભાવે દિલ્હીની સરકાર ચલાવી રહ્યા છીએ અને પુણ્ય કાર્ય કરી રહ્યા છીએ.

આજે અહીં આવવાનો મોકો મળ્યો, ભગવાન શિવજી ના આશીર્વાદ લીધા અને તમારા બધાની વચ્ચે આવવાનો મોકો મળ્યો તે બદલ હું ભગવાન શિવનો ખૂબ ખૂબ આભારી છું.

આ પછી અરવિંદ કેજરીવાલ જી રાજકોટ એરપોર્ટ થી દિલ્હી જવા રવાના થયા હતા.