128 હાલોલ વિધાનસભા બેઠકની બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે યોજનારી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત પ્રજા વિજય પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સહિત કુલ 7 અપક્ષો મળી કુલ 12 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં સોમવારના રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા જેમાં કોંગ્રેસના બગાવત કરી અપક્ષમાંથી ફોર્મ ભરનાર ગુરુરાજસિંહ અશ્વિનકુમાર ચૌહાણે પોતાનું ફોર્મ પરત ખેંચી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જ્યારે અન્ય 2 અપક્ષ ઉમેદવાર ગુરુજીભાઈ ભીલાભાઇ રાઠવા અને ગૌરાંગકુમાર સુરેશભાઈ પટેલે પોતાના ફોર્મ પરત ખેંચતા કુલ 12 ઉમેદવારો પૈકી 9 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય જયદ્રથસિંહ ચંદ્રસિંહ પરમાર, કોંગ્રેસના અનીશભાઈ ગોરધનભાઈ બારીયા આમ આદમી પાર્ટીના ભરતકુમાર ઝલુભાઈ રાઠવા જ્યારે અપક્ષ ઉમેદવાર 4 ઉમેદવારો જેમાં મુક્તિબેન રાજેન્દ્રસિંહ જાદવ, રામચંદ્ર રમણભાઈ બારીયા, રેખાબેન રાજેન્દ્રસિંહ પરમાર, અને ઈશ્વરભાઈ ચંદ્રસિંહ સોલંકી, અને ગુજરાતના નિવૃત આઈજીપી ડી.જી વણઝારાની પ્રજા વિજય પાર્ટીના શિવજીભાઈ ભીલાભાઇ રાઠવા અને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટીના સોમાભાઈ મેઘાભાઈ નાયક મળી કુલ 09 ઉમેદવારો હાલોલ વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડશે જેમાં અપક્ષ ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવી દેવામાં આવ્યા છે જેમાં હાલોલમાં ફાયર લેડી તરીકે ગણાતી મુક્તિબેન જાદવને રીક્ષા, ગોપીપુરાના પૂર્વ સરપંચ રામચંદ્ર બારીયાને કપ રકાબી, રેખાબેન પરમારને સિલાઈનો સંચો અને ઈશ્વરભાઈ સોલંકીને ભોજનની થાળી ચૂંટણી ચિન્હો તરીકે ફાળવવામાં આવ્યા છે જયારે પ્રજા વિજય પાર્ટીના શિવજીભાઇ રાઠવાને ઘડો ફાળવવામાં આવ્યું છે જ્યારે બહુજન સમાજવાદી પાર્ટીનું નિશાન હાથી છે જેમાં 9 ઉમેદવારોના ચૂંટણી કમળ,હાથનો પંજો,ઝાડુ, હાથી,ઘડો, રીક્ષા,કપ રકાબી,સિલાઈનો સંચો,અને ભોજનની થાળી છે.