આગામી રવિવારના રોજ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે. જો કે છેલ્લા બે વર્ષ થયા મહામારીના લીધે ર૦૨૦ માં જુલુસ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં લતાવાઇઝ જૂલૂસો યોજાયા હતા જેના લીધે આ વખતે કોઇ ગાઇડ લાઇન ન હોય સર્વત્ર રવિવારે જુલૂસો નિકળનાર હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ વખતે ઇંદે મીલાદ રવિવારે ઉજવવામાં આવનાર હોય રજાના દિવસના લીધે બમણો ઉત્સાહ પ્રવર્તે છે. જો કે ૨૦૧૯ માં પણ ઇદે મીલાદ રવિવારે ઉજવાઇ હતી તે પછી ર૦ર૦ માં જુલુસ જ નિકળેલ નહીં અને ૨૦૨૧ માં સાદગી છવાયેલી રહી ત્યારે ત્રણ વર્ષ બાદ આ વખતે ઇદે મીલાદ ભવ્યતાથી ઉજવવામાં આવનાર છે ત્યારે જોગાનુજોગ રવિવારનો દિવસ રહ્યો છે. ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ “ઇદેમીલાદ' ના સ્વરૂપે રવિવારે ઉજવવામાં આવનાર છે.આ પૂર્વે કાલે શનિવારે આખી રાત મસ્જીદો ખુલ્લી રહેશે અને રવિવાર વ્હેલી સવારે પૈગમ્બર સાહબેના જન્મોત્સવને વધાવવામાં આવશે, આ માટેની પુરજોશ તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ “ઇદે મીલાદ' ની ખાસ વિશેષતા મુજબ સિહોર સહિત ગામે ગામ રવિવારે “જુલૂસ' યોજવામાં આવશે. આ વખતે રાબેતા મુજબ રવિવારે ઇદે-મીલાદ પ્રસંગે પૈગમ્બર સાહેબની પ્રસંશામાં ભવ્ય જૂલૂસ નિકળનાર છે