જૈન દેરાસર ખાતે પર્વાધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરવામાં
આવી
મહુવા વિસા શ્રી માળી તપાગચ્છીય શ્વેતા મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની હર્ષોઉલ્લાસ સાથે ધર્મ આરાધના કરવામાં આવી જેમાં વ્યાખ્યાન યોજાયું હતુ.
જૈન સમાજના પર્યુષણ પર્વમાં તપ કરવાનું અને ત્યાગ કરવાની સાથે અહિંસાનું પાલન કરવાનું છે
સંસારના ધમાલ અને ધાંધલમાંથી નિવૃત્તિ લઈ પ્રભુ દર્શન, વંદન અને પૂજન માં મન વચન અને કાયાનો મેળ સાધી ભારપૂર્વક જોડાઈ જવાનું છે.
ત્યાગ અને વિરાગ હોવા છતાં પર્વાધિરાજ પર્યુષણ ના આગમનને ઉમંગભેર વધાવતા ગીતો ગાવામાં આવે છે
પર્વાધિરાજ પર્યુષણ પર્વમાં કોઈ ભૌતિક પ્રાપ્તિનો ભાવ હોતો નથી,કોઈ ભયથી એની આરાધના થતી નથી
બાહ્યઆનંદને બદલે સઘળો સંબંધ આંતર પ્રસન્નતા નો હોઈ છે.
પર્યુષણ પર્વ જય પરાજ્યને બદલે આત્મવિજય ની વાત કરે છે.આ પર્વ પ્રત્યેક વ્યક્તિ માટે અંગત આગવો અલાયદો અનુભવ કરાવનાર હોઈ છે.પર્યુષણ પર્વ ના ધર્મ આરાધના સભામાં મહુવા જૈન સમાજના
આગેવાનો, કાર્યકર્તાઓ, બહેનો તથા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.