એડવોકેટ વી.એમ. લચ્છાની ધારદાર દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી
લીલીયા તાલુકાના દાડમા ગામે તા .૧૦ / ૧૧ / ૨૦૦૭ ના રાત્રીના રમેશભાઇ મનજીભાઇ ધાનાણીનો ડેલો ખોલાવી ગેરકાયદેસર પ્રવેશ કરી નંદલાલ હરીભાઇ ધાનાણીએ કહેલ કે તું આપણા ગામના અને આ કામના સાહેદ ગોવા કરશનભાઇ ને સી.સી.રોડ નું કામ મોડુથયેલ છે તે બાબતે શા માટે સલાહ આપે છે તેવુ જણાવીને નંદલાલ હરીભાઇ , બાલુ હરીભાઇ મનીષ નંદલાલભાઇ , અરવિંદ બાલુભાઇ ધાનાણી રહે.દાડમાવાળા ઓએ પાઇપ અને લાકડી વડે માર મારી ધમકી આપ્યાની લીલીયા પોલીસમાં ફરિયાદ થયેલ
ઉપરોકત કેસ લીલીયા જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એમ.એમ.ગાંધી સાહેબ સમક્ષ ચાલી જતા આરોપી તર્ફે વિધ્વાન એડવોકટે વી.એમ.લચ્છા દ્વારા ધારદાર દલીલો કરી હતી જે ગ્રાહય રાખી
ફરીયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી ચારેય આરોપીઓને શંકા નો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે .
રિપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.