પોરબંદરની બાલુબા કન્યા વિધાલય ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, તેમજ નશાબંધી વિષય વકૃત્વસ્પર્ધા, તેમજ ચિત્ર સ્પર્ધા તેમજ મહાનુંભાવોનું પ્રવચન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ,
સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત બાલુબા કન્યા વિધાલયના પ્રિન્સીપાલ અરૂણાબેન મારૂએ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો અને જણાવ્યુ કે, નશાબંધી ખાતાનો ખુબ-ખુબ આભાર કે અમારી સ્કુલ પસંદગી કરી અમારી દિકરીઓને નશાબંધી મિશનમાં સહભાગી બનાવી અને અમો શાળા પરિવાર વતી વિશ્વાસ આપીએ છીએ કે, ’’વ્યસન મુક્તિ’’ બાબતમાં સહભાગી થઇ મદદ કરશે. ત્યારબાદ શાળાની વિધાર્થીનીઓએ નશાબંધી વિષયક વકૃત્વસ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા દ્રારા પોતાના વિચારો રજુ કર્યા ત્યારબાદ નશાબંધી ખાતાના પી.આર ગોહિલએ પોતાના વક્તવ્યમાં જણાવ્યુ કે, સ્ત્રી શકિત છે અને નશામુક્ત મિશનમાં સ્ત્રી થકી જ અમોને સફતા મળશે, સ્ત્રી બે ઘરને તારે છે. અને જણાવ્યુ કે, દિકરીઓ કોઇ પણ તહેવાર કે જન્મદિવસ જેવા ઉત્સવમાં કોઇ ગીફ્ટ આપવાનું કહે તો પહેલા પ્રોમિસ કરાવી વ્યસન છોડવા બાબતની ગીફ્ટ માંગજો અને જિદ્ કરી આ ગીફ્ટ લેજો. દિકરી કેવી રીતે પરીવાર,કુટુંબને વ્યસન છોડાવે તેવા ઉદાહરણો આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો,અને જણાવ્યુ કે આપ સૌ ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવો છો. એટલે અમો આપણે વ્યસન પાછળનો ખર્ચ શિક્ષણમા કરવાથી આપણને ફાયદાઓ થશે તેવું ઉદાહરણ દ્રારા માહિતી આપી હતી અને ત્યારબાદ તમામ વિધાર્થીનીઓને વ્યસન નહી કરવા તેમજ પરીવાર, પાડોશી,મિત્રો એમ કૂલ 5 જણાને વ્યસન છોડાવવા બાબતની પ્રતિજ્ઞા લેવવાડી હતી, અંતે અધીક્ષક નશાબંધી ખાતું પોરબંદર તરફથી વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર તેમજ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા
અંતે બાલુબા શાળાના ચેતનભાઇ વાધડા સાહેબએ નશાબંધી ખાતાનો અને મહેમાનોનો આભાર માન્યો અને જણાવ્યુ કે, આ નશાબંધી ખાતાનો કાર્યક્રમમાં અમારી વિધાર્થીનીઓ ૧૦૦ ટકા સહયોગ કરી આ નશાબંધી મિશનને આગળ વધારશે એમો વિશ્વાસ આપ્યો હતો, અને કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો.
આ કાર્યક્રમમાં નશાબંધી ખાતાના અધીક્ષક પી.આર ગોહિલસાહેબ તેમજ મહારાણી બાલુબા કન્યાશાળાના આચાર્ય અરૂણાબેન મારૂ તેમજ તેમનો તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.