ભાભર તાલુકાના કપરૂપુર ગ્રામજનો દ્વારા ઘોરણ ૩ની બાલિકાઓ રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં શાળા પરિવારનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો..

ભાભર તાલુકાના કપરૂપુર પ્રાથમિક શાળાની રાઠોડ કમલબેન સોમસિહ અને રબારી મૈત્રીબેન ભેમાભાઇ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજ્યભરમા પ્રથમ આવી નેશનલ કક્ષાએ પહોચતા બાલિકાઓ તેમજ શાળા પરિવારનો સન્માન કાર્યક્રમ યોજાયો જેમાં બાલિકાઓ ને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો ફોટો, શિલ્ડ, ટ્રોફી સહિત વિવિધ ભેટ સોગાદ તેમજ રોકડ રકમ આપી સન્માન સાથે પ્રોત્સાહિત કરવામાં આવેલ આ પ્રસંગે શાળા પરિવારનુ ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું આ કાર્યક્રમમાં દરમિયાન બાલિકાઓ દ્વારા પ્રત્યાન લાઇવ ડેમો કરી તમામને નિદર્શન બતાવવામાં આવેલ કાર્યક્રમમાં માર્ગદર્શક દિલીપભાઈ જોષી, કિશનભાઇ પાઠક, ગૌરાંગભાઈ, શાળાના આચાર્ય કિરણભાઈ પંડ્યા, કપરૂપુર સરપંચ, પત્રકાર મિત્રો,ગામજનો આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ કાર્યક્રમનું સુંદર આયોજન કે.બી.વકીલ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય બાબુસિહ ઝાલા દ્વારા કરવામાં આવેલ ..