રાણાવાવ તાલુકાના આદિતપરા ગામનો મુખ્ય રસ્તાઓ જેમા આદિતપરા થી રાણાવાવ જતા રસ્તા ઉપર આવેલ કુવાઓ ઓવરફલો થતા હોય જેમનુ પાણી રસ્તા પર આવતા રસ્તો અતિશય ખરાબ ખાડાવાળો બની ગયેલ હોવાથી અવારનવાર અકસ્માત થતા હતા જેથી ગ્રામજનો ને અવરજવર માટે કાયમી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી જેને લઈને ગ્રામજનો સાથે મળીને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાને રજુઆત કરતા કાંધલભાઈના મામા એવા વજશીભાઈ આદિતપરા ગામે આવી આ કાયમી પ્રશ્રનો ઉકેલ લાવવા માટે આદિતપરા ગામના આગેવાનો તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ નનેરા, સંજયભાઈ કદાવલા, ભીખુભાઈ, કંટ્રોલ માસ્તર રામદેભાઈ કારેણા, સામતભાઈ કારેણા, આગેવાનો , ખેડુતો તથા ગ્રામજનો દ્વારા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો ખુબખુબ  આભાર માન્યો હતો.