સુરત સ્માર્ટ આંગણવાડી અને પેવર બ્લોક ના જે વિકાસના કામો ઉમરપાડા તાલુકામા લોકાર્પણ કરવામાં આવ્યું.

માંગરોળ વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવા સાહેબએ બાળકો માટે સ્માર્ટ આંગણવાડી અને પેવર બ્લોક ના જે વિકાસના કામો ઉમરપાડા તાલુકાના ઝરપણ, સામપુરા, કાડવીદાદરા સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનું લોકાઅર્પણ કરવામાં આવ્યુ. અને ગુંદીકુવા ગામે પેવર બ્લોકનું ખાર્તમુહુર્તમાં આવ્યુ. જેમાં ભાજપા જિલ્લા સંગઠન મંત્રીશ્રી સામસીંગભાઈ વસાવા, માજી. જિલ્લા સિંચાઈ સમિતિ ચેરમેનશ્રી શાંતિલાલભાઈ વસાવા, ઉમરપાડા ભાજપા સંગઠન મહામંત્રીશ્રી અમિષભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત ઉપ-પ્રમુખશ્રી વિપુલભાઈ વસાવા, તાલુકા પંચાયત શાસકપક્ષ નેતા મહેશભાઈ વસાવા સરપંચશ્રીઓ વિનોદભાઈ, સુનિલભાઈ, અર્જુનભાઈ, અને વડીલો અરવિંદભાઈ, પ્રતાપભાઈ, આંગણવાડીની બહેનો અને ગ્રામજનનો મોટી સંખ્યામાં જોડાયા હતા.