સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટ, એઇમ્સ બાદ વધુ એક મેગા પ્રોજેક્ટ અમૂલનો પ્લાન્ટ સ્થાપવા માટે ગઢકાના સર્વે નંબર 477ની 116 એકર જમીનની ફાળવણી કરી દેવાતા રુા. 100 કરોડની જંગી રકમ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રમાં ભરી દેવામાં આવી છે. તેની સાથે જ આ મેગા પ્રોજેક્ટ હવે ઝડપભેર મૂર્તિમંત થાય તે માટે આગામી સમયમાં જ આ પ્રોજેક્ટનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં થાય તે માટેના પ્રયાસો આરંભી દેવામાં આવી છે.

અહી ંએ ઉલ્લેખનીય છે કે અમૂલ દ્વારા ગઢકામાં દૈનિક 30 લાખ લીટર દૂધના પ્રોસેસીંગની કેપેસીટી ધરાવતા પ્લાન્ટસ સ્થાપવામાં આવનાર છે. આ પ્લાન્ટ ગાંધીનગરનાં 50 લાખ લીટરની ડેઇલી કેપેસીટી ધરાવતા પ્લાન્ટ બાદ બીજા નંબરનો પ્લાન્ટ બની રહેશે. અમૂલ દ્વારા રુા. 200 કરોડના ખર્ચે આ પ્લાન્ટ સ્થાપવામાં આવનાર છે. જેનો સીધો ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છનાં દૂધ ઉત્પાદકોને મળી રહેશે.

તેમજ અમૂલના આ પ્લાન્ટ થકી શિક્ષિત બેરોજગારોને નવી રોજગારીની તક ઉપલબ્ધ થશે. સૌરાષ્ટ્ર-કચ્છની દૂધ મંડળીઓ દ્વારા દૈનિક 30 લાખ લીટર જેટલું દૂધ એકત્રિત કરવામાં આવે છે જે પૈકીનું 15 લાખ લીટર દૂધ, દહી, છાસ અને ઘી બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે જ્યારે બાકીનું 15 લાખ લીટર દૂધ ગાંધીનગરની ડેરીને મોકલવામાં આવે છે જ્યાં જીસીએમએમફ આ દૂધનો ઉપયોગ અમૂલ બ્રાન્ડ નામ હેઠળ જુદી-જુદી બનાવટો જેવી કે શ્રીખંડ, ચોકલેટ, ચીઝ, બટર અને મીલ્ક પાઉડર બનાવવા માટે કરવામાં આવે છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं