હિંમતનગર માં બનેલ એમ. ડી. ડ્રગસના બનાવ પછી દરેક સમાજ ના વાલીઓમાં પોતાના બાળક વિશે ચિંતા પેશી ગઈ છે, કે ક્યાંક તેનું બાળક કોઈ ખોટી સોબતમાં ખોટા રસ્તે તો નથી જઈ રહ્યું, હાલમાં બનેલ આ બનાવે પટની સુન્ની જમાતને અને વડીલોને પોતાના સમાજ માટે ફેરફાર લાવવા મઝબુર કરી દીધો છે, વહોરા સમાજના લોકો પાકા સુન્ની અને વેહપારી છે, તેઓ આખો દિવસ કામમાં રચ્યા પચ્યા રહી રાત્રે જમ્યા પછી એક રૂમ માં યાર કંપની ભેગી થતી હોય છે, જેને તેઓ કલબ કહે છે, કેટલીક જગ્યા પર કલબ નો મતલબ ખોટો નીકળે છે અહીંયા તેઓ બધા મિત્રો રાત્રે અને રજાના દિવસે એકઠા થઇ ઇન્ડોર ગેમ રમતા ટીવી જુવે છે અને દિવસભરની વાતો કરી આનંદ માને છે,

*આજદિન સુધી કોઈ ક્લબમાં થી ગેરકાયદેસર કૃત્ય થયું નથી કે પકડાયું નથી,  તેઓ ઇસ્લામ ને માનનાર પાંચ ટાઈમની નમાજી વેપારી કોમ છે, તેમના ઘરનું 5 વર્ષનું બાળક પણ વહેલી સવારે 5 વાગે મસ્જિદમાં નમાજ પઢતું જોવા મળશે, જે કાબિલે તારીફ છે તેમ છતાં કોમના કેટલાક યુવાનોની એમ. ડી. ડ્રગ્સ માં સંડોવણી અને ધરપકડ પછી સમાજ ના લોકોને મોટો આઘાત લાગ્યો છે કે આ દુષણ તેમના ઘર સુધી ના પહોંચી જાય અને બાળકોમાં ના પેશી જાય તેની ચિંતા સતાવવા લાગી છે, જેથી પટની સુન્ની જમાતે એક મિટિંગ કરી નવયુવાન બાળકોને રાત્રે અગિયાર વાગ્યાં પહેલા ઘરે આવી જવાની તાકીદ કરતો પત્ર સોશ્યિલ મીડિયા પર વાઇરલ કર્યો હતો,

પોલીસ પ્રેસ નોટ મુજબ એમ. ડી. ડ્રગ્સ માં સંડોવાયેલ સમાજનો એક યુવાન અન્ય યુવાન સાથે 35 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયેલ છે, જયારે બીજા યુવાનોને પકડાયેલ યુવાનની જુબાની થી ઘરેથી ઉઠાવેલ છે, આમ ડ્રગ્સ નું આ ભયંકર દુષણ સમાજમાં ઘર ના કરી જાય તે હેતુથી જમાતે દરેકને ચેતવણી સ્વરૂપ રાત્રે 11 વાગે પહેલા યુવાનોને ફોન કરી ઘરે બોલાવી લેવા નો ચુસ્ત પણે નિર્ણય લઇ દંડ કરવાનો કડક નિયમ કર્યો છે,

આવો બનાવ સમાજમાં આ પહેલા ક્યારેય બન્યો નથી, હાલ આ બનાવનો પડઘો વહોરા સમાજ પર ખુબ અસર કરી ગયો છે, જેથી યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કારકિર્દી વાળું બની રહે તેવા પ્રયાસો નું આ એક નિયંત્રણ વાળું પગલું છે, મોટા વેપારીઓ, ઉદ્યોગ પતિ, પ્રતિષ્ઠિત ડોક્ટર, વકીલો, એન્જીનીયર્સ પટ્ટણી વોહરા કોમે સમાજ ને આપ્યા છે.

અહેવાલ : વારિસ સૈયદ