સુરત શહેર માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી સરથાણા અને વરાછામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો.
બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયકલોનિક લો પ્રેશરની અસરના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેના પગલે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારો રહ્યો હતો. જો કે, સાંજના સમયે સરથાણા અને વરાછામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કામરેજમાં અડધા ઇંચથી વધુ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી.