9મી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લાના કવાંટ છોટાઉદેપુર અને સંખેડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રીઓને ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી, છોટાઉદેપુર સ્વામિનારાયણ હોલ ખાતે પશુપાલન અને ગૌસંવઘૅન રાજ્યકક્ષાના મંત્રી દેવાભાઈ માલમ ની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ગાયત્રી મંદિરની બાજુમાં સૈડીવાસણ રોડ કવાંટ ખાતે પણ રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની ની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, સંખેડા ખાતે પણ રાજ્ય કક્ષાના મંત્રી આર. સી.મકવાણાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા, કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, આદિજાતિ નિગમના ડીરેકટર જશુભાઈ રાઠવા, નિવાસી અધિક કલેકટર ડી.કે બારીયા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ ચૌધરી, જિલ્લા પંચાયતના સદસ્યો વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા,