જીતનગર ત્રણ રસ્તા પાસે નારાયણી હેરિટેજ રિસોર્ટ માં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહિ પાડતા મેનેજર વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર રાજપીપલા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા દરમિયાન જીત નગર ત્રણ રસ્તા પાસે આવેલા નારાયણી હેરિટેજ રિસોર્ટ મા ચેકીંગ કરતા રિસોર્ટ મેનેજર દ્વારા પથિક સોફ્ટવેર માં એન્ટ્રી નહિ કરી જિલ્લા મેજીસ્ટ્રેડ ના જાહેરનામાં નો ઉલ્લંઘન કરતા ઝડપાઇ આવ્યો મળતી માહિતી અનુસાર આ કામના આરોપી ધીરેન્દ્રસિંહ કિશોરસિંહ રાણા નારાયણી હેરિટેજ રિસોર્ટ માં મેનેજર તરીકે નોકરી કરતા હોય અને એસ.ઓ.જી. નર્મદા તરફથી પથિક સોફ્ટવેર નો આઈડી તથા પાસવર્ડ આપી સોફ્ટવેર અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા તરફથી જાહેર કરેલા જાહેરનામાનો અમલ કરવા માટે સૂચના કરેલ હોવા છતાં આ કામના આરોપીએ નારાયણી હેરિટેજ રિસોર્ટ માં મેનેજર તરીકે રહી પથિક સોફ્ટવેરમાં રિસેપ્શન કાઉન્ટર ઉપર મુકેલા રજીસ્ટરમાં તારીખ 01/09/2022 થી આજ દિન સુધી મુસાફરોના કુલ 17 નામો નોંધ કરવામાં આવેલ હોવા છતાં પથિક સોફ્ટવેર માં એક પણ એન્ટ્રી ઓનલાઇન કરેલ નહીં અને પોતે નમુના મુજબના ઉતારુઓ ના રજીસ્ટરમાં નિયત કોલમ મુજબ નોંધ નહીં કરી પથિક સોફ્ટવેર અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના તરફથી જાહેર કરેલા જાહેરનામાનો ઉલ્લંઘન કરેલ હોવાથી નર્મદા એસ.ઓ.જી દ્વારા રિસોર્ટ મેનેજર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રાજપીપલા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે