વાંદરિયા ગામે નજીવી બાબતે ધારીયા વડે હુમલો કરી જાન થિ મારી નાખવાની ધમકી આપતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસ સ્ટેશન વિસ્તારના વાંદરીયા ગામે એકડા ફરિયામાં આ કામના આરોપી પ્રવીણભાઈ ગેમાંભાઈ તડવી રહે વાંદરીયા ટેકરા ફળિયું નાઓ તારીખ 04/10/2022 ના રોજ આશરે સાડા છ વાગ્યાના સમયગાળા દરમિયાન આ કામના ફરિયાદી ખુમાનભાઈ પરષોત્તમભાઇ તડવી ના ઘર પાસે આવી ને જણાવેલ કે તને ખબર છે મારી પાસે પૈસા નથી તેમ છતાં ફાઇનાન્સ વાળા ને મારા ઘેર કેમ લઈને આવે છે તેમ કહી ગમે તેમ ગાળો બોલતા આ કામના ફરિયાદીને ગાળો બોલવા માટે ના કહેતા આ કામના આરોપી પ્રવીણ તડવી એકદમ ઉશ્કેરાઇ જઇને ધારિયા વડે ફરિયાદીને જમણા હાથના ભાગે બે-ત્રણ ઝટકા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ભંગ કરતા આ કામના ફરિયાદી ખુમાનભાઈ પરષોત્તમભાઈ તડવીએ રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ રાજપીપળા પોલીસને થતા પોલીસે કાયદેસર ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે