વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવશં આશરો લઇ રહ્યા છે. જેમાં 22 વાછરડા લમ્પીરોગ અંતર્ગત શંકાસ્પદ જણાયા હતા. ત્યારે પશુ દવાખાનાની ટીમ અને સેવાભાવી લોકો દ્વારા સારવાર કરાતા 21 વાછરડા સ્વસ્થ બન્યા જ્યારે 1 વાછરડાનું મોત થયું હતું. ગુજરાતમાં લમ્પી સ્કીન ડિસિઝ રોગે પશુમાં કાળો કેર વર્તાવેલો હતો. અસંખ્ય ગાયોના મોત થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ મહાજન પાંજરાપોળમાં 750થી વધુ ગૌવંશ આશરો લઇ રહ્યા છે. તેમને આ બિમારીથી બચાવવા સંસ્થાના પશુદવાખાનાના નિવૃત્ત નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ.રાવલ, આસિસ્ટન્ટ મયુરભાઈ શાહ,સેવાભાવી ધર્મેન્દ્રસિંહ, કામદાર ખોડાભાઈ અને અર્જુનભાઈની ટીમ દ્વારા સરકારના ડોકટરની ટીમ દ્વારા પશુોનું રસીકરણ કરાવ્યું હતું. જેમાં શંકાસ્પદ 22 વાછરડાને તેમના વાડામાંથી અલગ કરી અગમચેતીથી તા. 13-9થી 17-9 સુધી જુદા બંધાવી દવાખાનાની ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં એલોપથી દવા ઇન્જેકશન, આયુર્વેદિક દવાનું પ્રવાહી છંટકાવ તેમજ સ્વચ્છ પાણીના અવાડામાં આયુર્વેદિક દવાઓ ઉમેરી 5 દિવસ સુધી સારવાર ચાલુ રાખી હતી. તેમજ 10 દિવસ કવોરેન્ટાઇન રાખતા ફક્ત 1 નબળું વાછરડાનું મોત થયું હંતુ.બાકીના 21 સંપૂર્ણ સ્વસ્થ થઇ જતા તા.24-9થી ક્વોરન્ટાઇન મુક્ત કરી તેમના મૂળ વાડામાં મોકલી આપવામાં આવ્યા હતા.આમ સંસ્થાના પશુ દવાખાનાની તજજ્ઞ ડોકટર સાથેની ટીમ દ્વારા આ રોગના કહેરથી ગૌવંશને મુક્ત રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટીમ દ્વારા ખાનગી માલિકના પશુઓની અસાધ્ય બિમારીઓનું નિદાન કરી સારવાર, અશક્ય લાગતા ઓપરેશનો પણ સફળતાપૂર્વક વિનામૂલ્યે કરી આપવામાં આવે છે. પશુ દવાખાનાની ટીમ નિષ્ઠાપૂર્વક તેમનું કર્મ કરતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.