દારૂબંધી વચ્ચે ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે. પોલીસ દર વર્ષે કરોડોનો દારૂ પકડે છે અને પોલીસથી બચવા બુટલેગર અવનવાં કિમીયા કરતા હોય છે. તેઓ દારૂ વેચવાનો મલાઈદાર ઘંધો છોડવા માંગતા નથી.ત્યારે ગુજરાતમાં દારૂ વેચવો ખૂબ નફાકારક હોવાનું બુટલેગરો સાબીત કરી રહ્યા છે સિહોરના તરફ પાલડી વિસ્તારમાં આવેલ વાડીમાં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની બાતમી સિહોર પોલીસને મળતા પોલીસે છુપાતા વોચ ગોઠવી દરો કર્યો ત્યારે વિદેશી દારૂની ૧૯ર બોટલ અને ટ્રેક્ટર ટ્રોલી મળી ઉલ રૂપિયા ૩,૮૨,૫૪૫ નો મુદ્દામાલ કબજે લીધો હતો પરંતુ પોલીસને જોઈ બે આરોપીઓ અંધારામાં ઓગળી ગયા હતા સિહોર પોલીસે વિદેશી દાફ અને ટ્રેક્ટર ટ્રોલી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બંને શખ્સોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે તરકપાલડી ખાતે રહેતા ભગીરથસિંહ બહાદુરસિંહ ગોહિલ અને નરેશ રૂપે લતીફ નંદલાલ જાળેલા વાડીમાં દારૂનું કટીંગ કરી રહ્યા હોય તે બાતમીના આધારે સિહોર પોલીસે વોચ ગોઠવી દરોડો કર્યો હતો પોલીસના દરોડાની કાર્યવાહી જોઈ ભગીરથસિંહ અને નરેશ ઉર્ફે લતીફ નાસી છૂટ્યા હતા દરમિયાનમાં સિહોર પોલીસે વાડીમાં તલાસી લેતા ટ્રેક્ટર માં ભરેલ વિદેશી દારૂની ૧૯ર બોટલ કિંમત રૂપિયા ૮૧,૫૪૫ કબજે લીધી હતી તદુપરાંત ગુન્હામાં વપરાયેલ ટ્રેક્ટર અને ટ્રોલી કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૩,૮ર,પ૪૫ નો મુદ્દામાલ કબજે કર્યો