અમદાવાદમાં આજથી મેટ્રોનો વધુ એક રૂટ શરુ કરવામાં આવ્યો છે. મેટ્રોના રુટની સવારી થલતેજથી વસ્ત્રાલ સુધી મુસાફરો કરી રહ્યા હતા ત્યારે મુસાફરોની મુસાફરીમાં વધારો કરતો વધુ એક રુટ શરુ કરવામાં આવ્યો છે. મેટ્રોનો અમદાવાદ ફેઝ 1નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ફેઝ વનમાં આ બે મોટા રુટ જે પૂર્વથી લઈને પશ્ચિમને જોડે છે તેની શરુઆત કરવામાં આવી છે. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

વહેલી સવારથીજ લોકો મુસાફરી કરતા નજરે પડ્યા હતા. મેટ્રોના પ્રથમ રુટમાં થલતેજથી વસ્ત્રાલ સુધીમાં પ્રથમ દિવસે જ એક સાથે 40 હજાર જેટલા લોકોએ અંદાજિત મુસાફરી કરી હતી. ત્યારે મેટ્રોના બીજા રુટમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરશે.

વાસણા એપીએમસીથી મેટ્રોનો પ્રારંભ થતા વિવિધ રુટ જેવા કે ઉષ્માનપુરા, વિજયનગર, વાડજ, પાલડી, રાણીપ, સાબરમતી, મોટેરા સહીતના રુટનો સમાવેશ થાય છે. જેથી મુસાફરોની મુસાફરી હવેથી આસાન બની રહેશે.  

અમદાવાદમાં મેટ્રોનો પ્રથમ રુટ 2 ઓક્ટોબરથી શરુ કરાયો હતો ત્યારે આ બીજો રુટ તેના 4 દિવસ બાદ શરુ કરાયો છે. આજથી વધુ એક રુટ શરુ થતા લોકોની મુસાફરીની સવલતોમાં પણ ધીમે ધીમે તેના કારણે વધારો થશે.