જૂનાગઢના ગિરનાર પર વરસેલા ભારે વરસાદથી હાલ ચોતરફ લીલોતરી
છવાઈ છે, આ કુદરતી નજારો માણવા જેવો બન્યો છે જંગલમાં પશુ
પક્ષી માટે કુદરતની કૃપા અવિરત છે, પર્વત માળા પરથી નદીઓના ખડ
ખડ વહેતા પાણી જેનો ધરતી પરનો સમન્વય સોના રૂપી જંગલની ઉત્પતિ
કરે છે. એટલે જ તો અહીંથી સોનરખ વહે છે. જાણે ગઢ જૂના ગિરનાર
ફરતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. અહીં હર એક પળે કુદરત તેનું
સ્વરૂપ બદલ્યા કરે છે. જંગલ એક જીવનચક્ર નું નિર્માણ કરે છે. તેની
કુદરતી ઉત્પતી અને જતન તસવીરમાં જોઈ શકાય છે. વનસ્પતિનો ખોરાક
સૂર્યપ્રકાશ છે જ્યારે પાણી તેની પ્રાથમિક જરૂરિયાત છે તે અમૃત ભરેલા
કાળા વાદળોમાંથી પ્રકૃતિ ગ્રહણ કરે છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ