ભરોડા ખાતે આજરોજ દશેરા નિમિત્તે મહાકાલ સેના ઉમરેઠ તાલુકાના ઉપક્રમે આયોજિત શસ્ત્રપૂજા કાર્યક્રમમાં મહાકાલ સેના ઉમરેઠ તાલુકો, શ્રી રાજપૂત યુવા સંગઠન ઉમરેઠ તાલુકો તથા શ્રી રાજપૂત કરણી સેના ઉમરેઠ તાલુકાના હોદ્દેદારો અને તમામ સંગઠન અને સેના સાથે જોડાયેલ ક્ષત્રિય રાજપુત સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. લંકાનાં રાજા રાવણ ઉપર ભગવાન રામચંદ્રએ મેળવેલાં વિજયનાં માનમાં દશેરા તહેવાર ઉજવવામાં આવે છે માટે તેનું બીજું નામ વિજયા દશમી પણ છે. આસો સુદ દશમના રોજ શ્રી રામે રાવણનો વધ કર્યો તેથી તેના આનંદમાં સૌ દશેરાનો તહેવાર ઉજવે છે. આ દશેરાનો તહેવાર અધર્મ પર જ ધર્મનો, અંધકાર પર પ્રકાશનો, અહંકાર પર સારપનો, અસત્ય પર સત્યના વિજ્યનો દિવસ છે.