શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ તેમજ આદર્શ યુવક મંડળ ખાત્રજ- ચોકડી ખાતે સમાજવાડીમા માઁ આદ્યશક્તિ નો મહા પર્વ એટલે નવરાત્રીનું અતિ ભવ્ય રીતે 75 વર્ષ આઝાદી ના અમૃત મહોત્સવ તિરંગા થીમ સાથે આઠમ ની રાત્રે માતાજી ની મહા આરતી કરવામાં ત્યાર બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. આજના આઠમ ના નોરતે મુખ્ય મહેમાન એવા મહેમદાવાદ મત વિસ્તાર ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને મહેમદાવાદ ભાજપ શહેર પ્રમુખશ્રી નિલેશભાઈ પટેલ, મહેમદાવાદ ના અગ્રગણીયો વિપુલભાઈ ઠકકર, નિમેષભાઈ જોશી, જયેન્દ્રભાઈ શાહ, તેમજ રોટરી ક્લબ ઓફ મહેમદાવાદ માંથી પ્રમોદભાઈ સોની, પ્રિતેશભાઇ શેઠ, સાગરભાઈ શાહ, મનોજભાઈ ગોહેલ, નિલેશભાઈ સોની તેમજ આજુબાજુ ના લાટ માંથી પધારેલ સર્વે ગ્રામ જનો અને મહેમદાવાદ નગરજનો એ ખુબ મોટી સંખ્યા માં મહાઆરતી, શસ્ત્ર પૂજન તેમજ લાઈવ ગરબા નો લાભ લીધો. મહેમાનો નું માઁ ઉમિયાની પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. સૌ ખેલૈયાઓ માટે એમનો ઉત્સાહ વધારવા આજે પ્રથમ દ્વિતીય અને તૃતીય એમ સ્પેશ્યલ ત્રણ લકી ડ્રો નું આયોજન પણ કર્યું હતું અને ત્રણ ઇનામ વિજેતાઓ ને આપવામાં આવ્યા હતા જેમના દાતા શ્રી ઈશ્વરભાઈ મગનભાઈ છાભૈયા ના પુત્રવધુ સ્વ. સુશીલાબેન અનિલભાઈ છાભૈયા ના સ્મરણાર્થે અનિલભાઈ ઈશ્વરભાઈ છાભૈયા રહ્યા હતા.

 પત્રકાર મિત્રોએ પણ હાજરી આપી હતી જેમાં રફ્તાર ન્યૂઝ માંથી વીરાંગભાઇ મેહતા તેમજ VTV ન્યૂઝ માંથી કિશનસિંહ રાઠોડ એ આજનો નવરાત્રી નો પૂરો કાર્યક્રમ આવરી લીધો હતો. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજનો ઉત્સવ ખુબ ઉત્સાહ થી મનાવવામાં આવ્યો હતો અને ખુબ મોટી સંખ્યા માં જનમેદની હાજર રહી હતી. જય શ્રી અંબે માઁ, જય શ્રી ઉમિયા માઁ, ભારત માતાકી જય.